મોરબી સિવિલમાં ગાયનેક ટીમે સગર્ભા મહિલાની સર્જરી કરીને જીવ બચાવ્યો
મોરબી પાનેલી ગામે સૂકા લીંબડાવાળા મેલડી માતાજીનો નવરંગ માંડવો યોજાશે
SHARE









મોરબી પાનેલી ગામે સૂકા લીંબડાવાળા મેલડી માતાજીનો નવરંગ માંડવો યોજાશે
મોરબી તાલુકાનાં પાનેલી ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા પાનેલી ગામે સૂકા લીંબડાવાળા મેલડી માતાજીનો શનિવારે નવરંગ માંડવો રાખવામાં આવેલ છે જેમાં આવવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે
મોરબી તાલુકાનાં પાનેલી ગામે સૂકા લીંબડાવાળા મેલડી માતાજીનો માંડવો તા. ૨૫-૧૨ ને શનિવારે યોજાશે જેમા બપોરે મહાપ્રસાદ અને રાત્રે ડાકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં મેલડી માતાજીના સેવક અને કલાકાર જીવરાજ કુંઢીયાનો ભવ્ય ડાકનો કાર્યક્રમ યોજાશે જેથી ગામના તમામ સમાજના લોકોએ તેમજ બહેન, દીકરી અને ફઈબા સહિતના બીજા ગામે રહેતા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ ઐતિહાસિક નવરંગ માંડવામાં વધુમાં વધુ લોકોને જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે જેનો જાહેર જનતાને લાભ લેવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે.
