મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સરકારી કચેરીઓ અને પાલિકાઓના બાકી વીજ બિલની ઉઘરાણી માટે પહેલા વીજ કનેક્શન કાપો પછી અન્ય જગ્યાએ કાર્યવાહી કરો: મહેશભાઈ રાજકોટિયા


SHARE







મોરબી જિલ્લામાં સરકારી કચેરીઓ અને પાલિકાઓના બાકી વીજ બિલની ઉઘરાણી માટે પહેલા વીજ કનેક્શન કાપો પછી અન્ય જગ્યાએ કાર્યવાહી કરો: મહેશભાઈ રાજકોટિયા

સામાન્ય જનતા પર વિજ બિલની કકક વસૂલાત અને સરકારી કચેરીઓ નગરપાલિકાના બાકી લેણાં બાબતે અસરકારક કામગીરી કરવામાં આવતી નથી ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાન દ્વારા વીજ કંપનીના અધિક્ષકને લેખિત રજૂઆત કરીને પહેલા સરકારી કચેરીઓ અને પાલિકાઓનું જે માંગણું બાકી છે તે રિકવર કરવા માટે વીજ કનેક્શન કાપવામાં આવે ત્યારબાદ મકાન અને ઔદ્યોગિક વિસ્તારમાં બાકીદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાન અને મોરબી જિલ્લા પંચાયતના માજી સભ્ય મહેશભાઈ રાજકોટિયા દ્વારા હાલમાં પીજીવીસીએલના અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે 75,000 કરતા વધુ બાકીદારો પાસેથી બાકી બિલની રકમ વસૂલ કરવા માટે થઈને પીજીવીસીએલ દ્વારા કનેક્શન કટ કરવા સુધીની કાર્યવાહી કરવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે જોકે મકાન અને કોમર્શિયલ હેતુના વીજ કનેક્શનના બાકી બિલ ઉઘરાવવા માટે થઈને કનેક્શન કાપતા પહેલા મોરબી જિલ્લામાં જે કોઈ સરકારી કચેરી કે નગરપાલિકાઓ પાસેથી વીજ કંપનીએ બાકી બિલના કરોડો રૂપિયા વસૂલ કરવાના છે તે વસૂલ કરવા માટે થઈને ત્યાંના વીજ કનેક્શન કાપવામાં આવે અને ત્યાંથી બાકી બિલની રકમ વસૂલ કરવામાં આવે ત્યારબાદ મોરબીમાં રહેણાંક અને કોમર્શિયલ હેતુ માટેના જે કોઈ વીજ કનેક્શન છે ત્યાં બાકી બિલની રિકવરી કરવા માટે થઈને વીજ કનેક્શન કટ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવે તો તેની સામે કોઈ વાંધો નથી. ખાસ કરીને જે રહેણાંક અને કોમર્શિયલ હેતુ માટેના વિજ કનેક્શનના લાંબા સમયથી બિલ બાકી હોય તેઓને હપ્તા કરી આપવામાં આવે અથવા તો ચડત વ્યાજ માફ કરવા માટેની યોજના અમલમાં મુકવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે અને જો ભેદભાવ ભરી નીતિ રાખીને વીજ કંપનીના અધિકારીઓ દ્વારા મોરબીમાં બાકી બિલની રિકવરી કરવા માટેની કાર્યવાહી કરવામાં આવતી હશે તો મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા લોકોને સાથે રાખીને આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી વિચારવામાં આવી છે






Latest News