મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી


SHARE







મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી

મોરબીમાં આવલે પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં અભ્યાસ કરતી તમામ 414 જેટલી દિકરીઓને શિક્ષકો દ્વારા સગી દિકરી જેટલો જ સ્નેહ આપવામાં આવે છે, વિદ્યાર્થીઓની લાગણી અને માંગણીઓને ધ્યાનમાં રાખી બાળાઓ સાથે વર્તન વ્યવહાર કરવામાં આવે છે, બાળાઓની વિવિધ જરૂરિયાતો પુરી પાડવામાં આવે છે એ અન્વયે આ શાળામાં ફરજ બજાવતા પૂર્વ સીઆરસી કો.ઓર્ડિનેટર શિક્ષક ઉપઆચાર્ય એવા અરવિંદભાઈ કૈલાના પિતા અંબારામભાઈ કૈલાનું દુઃખદ અવસાન થવાથી અરવિંદભાઈએ પોતાના બહેન-બનેવી પુત્ર-પુત્રવધુ, દિકરી-જમાઈ વગેરેના સહયોગથી શાળાની 414 બાળાઓ માટે દર મહિનાની માસિક પુણ્યતિથિ નિમિત્તે 13 વખત ભોજન પ્રસાદ કે શૈક્ષણિક વસ્તુ અર્પણ કરવાનો સંકલ્પ કરેલ છે, એ મુજબ અત્યાર સુધીમાં 6 વખત ભોજન અર્પણ કરેલ છે અને આજ રોજ તમામ બાળાઓ ચિત્ર દોરી શકે એ માટે ચિત્રપોથી અર્પણ કરી હતી.






Latest News