મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબી અને ટંકારામાંથી ચાર વાહનોની ચોરી


SHARE













મોરબી અને ટંકારામાંથી ચાર વાહનોની ચોરી

છેલ્લા થોડા સમય દરમિયાનમાં મોરબી સીટી વિસ્તારમાંથી એક અને ટંકારા પંથકમાંથી ત્રણ એમ કુલ ચાર ટુ-વ્હીલર વાહનોની ચોરી થતાં ફરિયાદ નોંધાવા પામી છે.

મોરબીના અવની ચોકડી ધ્રુવ પેલેસમાં રહેતા અને મૂળ હડમતિયાના મગનભાઈ કેશવજીભાઇ કામરીયા નામના ૫૯ વર્ષીય આધેડે એ-ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.૧૦-૧૦ ના સાંજના ૪ થી ૫ દરમ્યાનમાં તેઓએ મોરબીની સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં તેઓનું વર્ષ ૨૦૧૪ નું હીરો હોન્ડા પ્લસ મોટરસાયકલ નંબર જીજે ૩૬ એન ૫૮૭૪ કિંમત રૂપિયા ૨૫,૦૦૦ નું પાર્ક કર્યું હતું.જે કોઈ અજાણ્યો ઇસમ ચોરી ગયેલ છે અને શોધખોળ કરવા છતાં પણ મળી આવ્યું ન હોય તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જેથી હાલ પીએસઆઇ એચ.જે.ચાવડાએ તપાસ હાથ ધરી છે.અત્રે નોંધનીય છે કે મોરબી સીટી એ ડિવિજન પોલીસે એક રીઢા વાહનચોરને ચાર ચોરાઉ વાહનો સાથે દબોચ્યો છે અને ભોગ બનનારોની ફરીયાદ લેવા તજવીજ શરૂ કરેલ છે.

જ્યારે ટંકારા તાલુકામાંથી પણ ત્રણ ટુ-વ્હીલર વાહનોની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવા પામી છે. જેમાં ભોગ બનેલ પૈકીના છગનભાઈ દેવશીભાઈ ચાવડા (ઉમર ૫૭) ધંધો નિવૃત્ત રહે.નેકનામ તા.ટંકારાએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે નેકનામ ગામે તેમના ઘરના ફળિયા પાસે પાર્ક કરેલ તેમનું બજાજ પ્લેટીના મોટર સાયકલ નંબર જીજે ૩૬ જે ૮૫ કિંમત રૂપિયા ૨૫ હજાર તેમજ સાહેદ કાંતિભાઈ તરશીભાઇ ચાવડાનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો મોટર સાયકલ નંબર જીજે ૧૧ એજી ૧૦૩૩ કિંમત રૂપિયા ૧૦ હજાર તથા સાહેદ વિનોદ ખેંગારભાઈ ચાવડાનું હીરો હોન્ડા મોટર સાયકલ નંબર જીજે ૩ ડીએચ ૧૪૭૬ કિંમત રૂપિયા ૮ હજાર એમ કુલ ત્રણ મોટર સાયકલ કિંમત રૂપિયા ૪૩ હજારનો મુગામાલ અજાણ્યો ચોર ઈસમ ચોરી ગયેલ છે. જેથી હાલ ટંકારા પોલીસ મથકના પીએસઆઇ એ.વી.ગોંડલીયાએ ચોરીની ફરિયાદ નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે.

અત્રેએ પણ નોંધનીય છે કે, જે તે સમયે ચોરીના બનાવો બને ત્યારે ભોગ બનેલા લોકો દ્રારા પોલીસને ચોરી અંગે જાણ કરાતી હોય છે પરંતુ ક્રાઇમ રેડ નીચો દેખાય તે માટે જે તે સમયે ફરિયાદો નોંધવામાં આવતી નથી પરંતુ જ્યારે તસ્કર ઝડપાય ત્યારે તાબડતોબ ફરિયાદો લેવામાં આવે છે..!






Latest News