મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી


SHARE







મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી

મોરબીમાં લીલાપર રોડ ઉપર આવેલ સર્વે નં ૧૧૧૬ ની જગ્યામાં નિર્માણ થયેલ મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) હેઠળના મકાનો લાભર્થીઓને આપી દેવામાં આવેલ છે જો કે, તાજેતરમાં મહાનગરપાલિકા દ્વારા ૩૩૬ લાભાર્થીના આવાસો રદ કરવામાં આવ્યા છે

મોરબી મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) અંતર્ગત ૪૦૦ આવાસોનો કોમ્પ્યુટર આધારિત ડ્રો તા. ૩૦/૦૧/૨૦૧૭ ના રોજ કરવામાં આવેલ હતો. આ ડ્રો માં સફળ થયેલ ૪૦૦ લાભાર્થીઓ પૈકી 336 લાભાર્થીઓ યોજનાના નિયમો અને ધારા-ધોરણ મુજબ નિયત થયેલ પૂરેપૂરી રકમ સમયમર્યાદામાં ભરપાઈ કરવામાં આવી નથી, લાભાર્થીઓને સોંપવામાં આવેલ આવાસનો લાભાર્થીઓ દ્વારા કાયમી ધોરણે ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી અથવા તો ફાળવેલ આવાસનો અન્ય આસામી દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તેવું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી કરીને એક કે બે નહીં પરંતુ 33૬ લાભાર્થીઓના આવાસ સક્ષમ કક્ષાએથી રદ્દ કરવામાં આવેલ છે. અને રદ કરેલ આવાસ પરત મેળવીને મોરબી મહાનગરપાલિકા દ્વારા નવી અરજીઓ મંગાવી પુનઃફાળવણી અર્થેની ઘટિત કાર્યવાહી કરવામાં આવશે. અને રદ કરેલ ૩૩૬ આવાસોના લાભાર્થીઓના ડ્રો લીસ્ટની વિગતે મૂળ સરનામા અપૂરતા હોવાથી વ્યક્તિગત ટપાલ મોકલવું શક્ય ન હોવાને કારણે લાભાર્થીઓનું લિસ્ટ લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP)ની સાઇટ ઉપર બિલ્ડિંગ પ્રમાણે (ફાળવેલ આવાસના સરનામે) ચૌટાડીને પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેમજ મોરબી મહાનગરપાલિકા કચેરીના નોટિસ બોર્ડ ઉપર પણ આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. અને આ યાદી તા. ૩/૩/૨૬ થી ૧૩/૩/૨૬ સુધી કચેરીના સમયે જોઈ શકાશે તેવું અધિકારી જણાવ્યુ છે. #morbitoday #morbi






Latest News