મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત ટંકારાના સરાયા ગામ પાસે કૂવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો જમીન કૌભાંડ: હળવદના કાવડિયા ગામે 1990 માં અવસાન પામેલા અપરણિત વૃદ્ધની 2025 માં પૌત્રી પ્રગટ થઈ ! મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું
Breaking news
Morbi Today

મોરબી મનપાની હદમાં વાડી વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની લાઈન માટેની કામગીરી પ્રગતિ હેઠળ


SHARE







મોરબી મનપાની હદમાં વાડી વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની લાઈન માટેની કામગીરી પ્રગતિ હેઠળ

મોરબી મનપા વિસ્તારમાં નાગરિકોની સુવિધામાં વધારો કરવાના હેતુથી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ (UGD) નેટવર્ક અને 'નલ સે જલ' પ્રોજેક્ટ અંતર્ગત મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટથી ૧૧૫ જુદી જુદી વાડી વિસ્તારોને મોટો લાભ મળવા જઈ રહ્યો છે.

મોરબી શહેરના બાકી રહી ગયેલા વાડી વિસ્તાર માટે અંદાજે ૨૬,૬૦૪ વસ્તીને મળશે ગટર અને પાણીની સુવિધા જેમાં ભૂગર્ભની લાઈન માટે ૧૭.૬૭ કરોડ અને પાણીની લાઈન માટે ૯.૫૯ કરોડના ખર્ચે પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ દ્વારા શહેરના વિવિધ ઝોનની હજારોની વસ્તીને સીધો લાભ મળશે. અને ભવિષ્યની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ આ ભૂગર્ભ નેટવર્કથી ગંદા પાણીના નિકાલની સમસ્યા કાયમી ધોરણે હલ થશે. અને જે વાડી વિસ્તારોનો સમાવેશ આ યોજનામાં કર્યો છે તેમા મસાલ વાડી, ચાવડા વાડી, ભુચર વાડી, જયપુરીયા વાડી અને વેગણી વાડી વગેરે જેવી જુદી જુદી ૧૧૫ વાડી વિસ્તાર આવે છે. આ પ્રોજેક્ટમાં જુદી જુદી વ્યાસ ધરાવતી પાણીની પાઈપલાઈન નાખવામાં આવેલ છે. જેમાં પીવાના પાણીની લાઈન માટે ૫૧ કિલોમીટર જેટલી ડીઆઇ પાણીની લાઈન નાખવામાં આવેલ છે.

આ યોજના અંતર્ગત કપુરીની વાડીમાં ભુગર્ભ પપીંગ સ્ટેશન બનાવવાની કામગીરી પુર્ણ થઇ ગયેલ છે. જેથી સદર વિસ્તારમાં ભૂગર્ભના હાઉસ કનેક્શન (જોડાણ) આપી નાગરીકો લાભ લઇ શકે તેમ છે. અને ભૂગર્ભના હાઉસ કનેક્શન (જોડાણ) માટેની પ્રક્રિયા મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે નાગરિકોએ પોતાના ઘર કે વ્યવસાયિક એકમ માટે નવું ગટર જોડાણ મેળવવું હોય, તેમણે મનપાની કચેરી ખાતેથી જરૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. કચેરી દ્વારા નિયત કરાયેલ ફોર્મ ભરી અને પ્રક્રિયા પુર્ણ કર્યા બાદ જ અધિકૃત હાઉસ કનેક્શન મેળવી શકાશે.'નલ સે જલ' પ્રોજેક્ટ - આ પ્રોજેક્ટ હેઠળ દરેક ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવશે. વાડી વિસ્તારોમાં રહેતા પરિવારોને હવે દુર સુધી પાણી લેવા જવું નહીં પડે અને ઘરે બેઠા જ શુદ્ધ પાણી મળી રહેશે.






Latest News