મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું


SHARE









મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું

મોરબીનો મચ્છુ 2 ડેમ શનિવારે સવારે છ વાગ્યાથી ઓવરફ્લો થઈ ગયો છે અને ત્યારથી તે ડેમની અંદર રહેલ પાણીના જથ્થામાંથી ડેમના દરવાજા ખુલ્લા રાખીને પાણીને નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તે પાણી આગળ જતા દરિયામાં વહી જવાનું છે પરંતુ આ પાણીનો સદુપયોગ કરીને અન્ય ચાર ડેમ ભરવા માટેની વ્યવસ્થા સિંચાઇ વિભાગ દ્વારા કરવામાં આવેલ છે.

સૌરાષ્ટ્રના જુદા જુદા 10 થી વધુ ડેમની અંદર નર્મદાનું પાણી સરળતાથી પહોંચાડી શકાય તે માટે મોરબીના મચ્છુ 2 ડેમને મધર ડેમ તરીકે નર્મદાનું પાણી ત્યાં સુધી પહોંચાડવામાં આવ્યું છે અને ત્યારબાદ ત્યાંથી આગળ જુદા જુદા ડેમમાં નર્મદાનું પાણી લઈ જવા માટે થઈને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે હાલમાં ચોમાસું ચાલુ છે ત્યારે સામાન્ય રીતે વરસાદ પડવાના કારણે સ્થાનિક જળાશયની અંદર નવા નીરની આવક થતી હોય છે પરંતુ ટંકારા અને રાજકોટ તાલુકાના જુદા જુદા ડેમના કેચમેટ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં વરસાદ થયો નથી અને તે ડેમ હજુ ખાલી છે અને ત્યાં પાણીની જરૂરિયાત છે

ત્યારે મચ્છુ 2 ડેમ ઓવરફલો થઈ રહ્યો છે અને તેનું પાણી નદીમાં થઈને દરિયામાં વહી જવાનું છે તે પાણીનો સદુપયોગ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને હાલમાં મધર ડેમ એટ્લે કે મચ્છુ 2 ડેમમાં જે પાણી છે તેને આગળ લઈ જવા માટેની પાઇપ લાઇન વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે તેનો ઉપયોગ કરીને ડેમી, બંગાવડી, આજી - 3 ડેમ અને ખોડાપીપર ડેમમાં મચ્છુ-2 ડેમમાંથી પાણી સપ્લાય કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને 580 કયુસેક પાણી આ ચારેય ડેમમાં મોકલવામાં આવશે

વધુમાં મોરબીના સિંચાઈ વિભાગના અધિકારી બી.સી.પનારાએ જણાવ્યુ હતું કે, શનિવારે સાંજના 7:30 વાગ્યે મચ્છુ 2 ડેમનો એક દરવાજો બે ફૂટ સુધી ફૂલો રાખીને 1295 કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં જો ઉપરવાસમાંથી પાણીની આવક ઘટશે તો ડેમના તમામ દરવાજાઓને બંધ કરીને નદીમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવશે. જોકે આ ડેમમાંથી અન્ય ચાર ડેમમાં પાણી સપ્લાઈ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. કેમ કે તે ડેમમાં પાણીની જરૂર છે અને અહી ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે ત્યારે જરૂરિયાત મુજબ ત્યાં પાણી પાઇપ લાઇન મારફતે સપ્લાઈ કરવામાં આવશે.  #morbi #મોરબી  




Latest News