મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા


SHARE









મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા

મોરબી-રાજકોટ સ્ટેટ હાઇવેની હાલમાં બદતર હાલત છે અને ઠેરઠેર ખાડા પડી ગયા છે જેથી કરીને નાના મોટા અને જીવલેણ અકસ્માત પણ સર્જાય છે તો પણ અધિકારીઓએ કે પદાધિકારીઓના પેટનું પાણી હલતું નથી ત્યારે આ ભંગાર રોડના લીધે કોઈ નિર્દોષ વ્યક્તિનું મૃત્યુ થશે તો તંત્ર અને સરકાર સામે માનવ વધનો ગુન્હો દાખલ કરીશું તેવી ચીમકી કોંગ્રેસનાં આગેવાન અને ગુજરાતનાં ખેડૂત આગેવાન મહેશ રાજકોટીયાએ ઉચ્ચારી છે.

મોરબી અને રાજકોટને જોડતો સ્ટેટ હાઇવેનો રોડ વર્ષ 2016 માં ફોરલેન બનવા માટેની સરકારે જાહેરાત કરી હતી અને ત્યાર પછી તેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જો કે, 10 વર્ષ પછી પણ હજુ 100 ટકા આ રોડનું કામ પૂર્ણ થયું નથી ત્યાં રોડ ઉપર ઠેરઠેર ખાડા પડી ગયા છે. ખાસ કરીને લજાઈથી વીરપર વચ્ચેનો 3 કિમીનો રોડ મોતના ખાડો સમાન બની ગયો છે. અને રોજ અહીં બાઈક સ્લીપ થાય છે, ગાડીઓના ટાયર ફૂટે છે અને નાના-મોટા અકસ્માતો થાય છે. એક તરફ સરકાર "વિકાસની ગાથા" ના દાવા કરે છે, બીજી તરફ બે મોટા ઔદ્યોગિક શહેરોને જોડતો મુખ્ય રસ્તો ખાડામાં ધકેલાઈ ગયો છે. આ રોડ ઉપરથી રોજ હજારો વિદ્યાર્થીઓ, દર્દીઓ, વેપારીઓ અને ખેડૂતો જીવ જોખમમાં મૂકીને મુસાફરી કરવા મજબૂર છે.

ત્યારે કોંગ્રેસ અગ્રણી અને ગુજરાતનાં ખેડૂત નેતા મહેશ રાજકોટિયાએ આક્રોશ સાથે સરકારને કાયદાકીય કાર્યવાહી કરવા માટેની ચેતવણી આપેલ છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, આ રોડ ઉપર લોકોના જીવ સાથે ખેલ થઈ રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. ત્યારે જો આ રોડના ખાડાના લીધે કોઈ અકસ્માત થયો અને નિર્દોષ વ્યક્તિનો તેમાં જીવ જશે તો તંત્રના જવાબદાર અધિકારી અને સરકાર સામે માનવ વધ/ Culpable Homicide નો ગુન્હો દાખલ કરાવીશું તેવી ચીમકી ઉચ્ચારી છે. અને તેઓએ સરકાર સમક્ષ મોરબી-રાજકોટ હાઇવેનું 7 દિવસની અંદર રી-સર્ફેસિંગ શરૂ કરવામાં આવે, લજાઈ-વીરપર સહિત જોખમી જગ્યાએ તાત્કાલિક પેચવર્ક કરવામાં આવે અને બેદરકાર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગણીઓ મૂકી છે




Latest News