ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ
Breaking news
Morbi Today

મોરબીમાં દલવાડી સર્કલ નજીક કેનાલની બાજુમાંથી 30 જેટલા ઝૂંપડાંના દબાણો સફાયો


SHARE













મોરબીમાં દલવાડી સર્કલ નજીક કેનાલની બાજુમાંથી 30 જેટલા ઝૂંપડાંના દબાણો સફાયો

મોરબીમાં દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ યોજના તરફ જવાના રસ્તા ઉપર કેનાલની બાજુમાં દબાણો કરવામાં આવ્યા હતા જેથી મનપાની ટીમે આજે 30 જેટલા દબાણોને દૂર કરીને રોડ સાઈડની જગ્યાને ખુલ્લી કરાવી છે અને અન્ય વિસ્તારમાં પણ આવી જ રીતે રોડ સાઈડના દબાણ દૂર કરાશે તેવું અધિકારીએ જણાવ્યું છે.

મોરબી મનપા અસ્તિત્વમાં આવ્યા બાદ દર બુધવારે કોઈને કોઈ એક વિસ્તારમાં રોડ સાઈડના દબાણોને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે તેવામાં આજે મનપાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીની હાજરીમાં દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ યોજના તરફ જવાના રસ્તા ઉપર રોડ સાઈડમાં જે કાચા ઝુંપડાના દબાણો હતા તેને દૂર કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને કુલ મળીને 30 જેટલા ઝૂંપડાં હતા તેને દૂર કરીને રોડ સાઈડની જગ્યાને ખુલ્લી કરાવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખની છે કે, બુધવારે જે જગ્યા ઉપર મનપાની ટીમ દ્વારા દબાણ દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી આ જગ્યા ઉપર એક વર્ષ પહેલા એટલે કે માર્ચ 2025 માં દબાણો દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ છેલ્લા મહિનાઓમાં ફરી પાછા ત્યાં ઝૂંપડાના દબાણો થઈ ગયા હતા જેથી મનપાનું બુલડોઝર તે વિસ્તારમાં આજે ફરી વળ્યું છે અને  રોડ સાઈડના દબાણોનો સફાયો કરવામાં આવેલ છે. અને આવી જ રીતે અન્ય કોઈપણ વિસ્તારની અંદર રોડ સાઈડમાં દબાણો કરવામાં આવ્યા હશે તો તેને દૂર કરાશે તેવું ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું છે






Latest News