મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી
Breaking news
Morbi Today

મોરબીમાં મંજૂરી વગર ડ્રોન ઉડાવીને બનાવેલ વિડીયો સોશ્યલ મીડિયામાં અપલોડ કરનારા વાંકાનેરના શખ્સ સામે કાર્યવાહી


SHARE









મોરબીમાં મંજૂરી વગર ડ્રોન ઉડાવીને બનાવેલ વિડીયો સોશ્યલ મીડિયામાં અપલોડ કરનારા વાંકાનેરના શખ્સ સામે કાર્યવાહી

મોરબીના મયુર બ્રિજ ઉપરથી ડ્રોન કેમેરા વડે વિડીયો બનાવવામાં આવ્યો હતો અને તે વીડિયોને ઇન્સ્ટાગ્રામના આઈડી ઉપર શેર કરવામાં આવ્યો હતો જેથી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ થતો હોય મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાંકાનેરના શખ્સની સામે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લામાં દરિયા કાંઠાનો વિસ્તાર, ટાપુઓ, ડેમ વિગેરે વિસ્તારોમાં ડ્રોન ઉડાવવા ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું કલેક્ટર દ્વારા સમયાંતરે પ્રસિદ્ધ કરવામાં આવે છે જો કે, મોરબીમાંથી પસાર થતા મયુરભાઈ બ્રિજ ઉપરથી ગત નવેમ્બર મહિનામાં  વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતા લિયાકતહુસેન અબ્દુલરહીમ બાદી (35) નામના યુવાને ડ્રોન ઉડાવીને ડ્રોન કેમેરાથી મયુર બ્રિજનો વિડીયો બનાવ્યો હતો અને ફોટો લીધેલા હતા જે પોતાના મોબાઈલ ફોનમાંથી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બાદી લિયાકતહુસેનમાં અપલોડ કરવામાં આવ્યા હતા જેથી કલેકટરના જાહેરનામાનો ભંગ થતો હોય હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને પોલીસે આરોપી લિયકાતહુસેન અબ્દુલરહીમ બાદી (35) રહે. કેરાળા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News