મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન


SHARE







મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી માટે પધારેલા લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ભાવચંદ્રજી મહારાજ સાહેબની નિશ્રામાં  દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હોઈ તેમના આગામી કાર્યક્રમ મુજબ ચૈત્રી નવરાત્રિ શક્તિ સાધનાના શુભ દિવસે શ્રી નવકાર- ઊવસગ્ગહર જાપ તા.20/03 શુક્રવાર સવારે 7.30 થી 9.00 વ્યાખ્યાન તથા જાપ કરાવવામાં આવશે.

ધર્મ વત્સલા તરૂબેન નવીનભાઈ દોશીના આરોગ્ય માટે મોરબીના તમામ જૈન સંઘોના જાપ - સ્થાનકવાસી જૈન સંઘ સોની બજાર ઉપાશ્રય ખાતે રાખેલ છે. તથા તા. 21/3 શનિવાર સવારે 7:30 થી 8:30 વ્યાખ્યાન  એમ.પી. શેઠ પ્લોટ પૌષધશાળામાં રાખેલ છે. અને તા. 22.3 થી નિયમિત વ્યાખ્યાન સમય સવારે 7:30 થી 8:30 સોનીબજાર ઉપાશ્રયમાં રહેશે. દરેક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાંમાં હાજર રહી ધર્મ લાભ લેશો. તથા આચાર્ય ભગવંત પૂજય ભાવચંદ્ર મુનિ મહારાજ, પૂજય વિવેક મુનિ મહારાજ, પૂજ્ય ચેતન મુનિ મહારાજ આદિ સાધુ સાધ્વીજીઓના દર્શન, આશિર્વચનનો લાભ લેશો. તેમજ તા. 24 થી શરૂ થતી શાશ્વતી આયંબિલ ઓળીમાં રેકોર્ડ બ્રેક સંખ્યામાં તપ કરી આત્મા સાથે શરીર ની આરોગ્ય શુદ્ધિ પણ કરવા નામ નોંધાવવા જણાવેલ છે. જૈન ધર્મમાં એક આયંબિલ  કરવાનું પણ પુણ્ય ઘણું બધું થાય છે એમ સમજાવ્યું છે. આયંબિલ ઓળીના પાસ દરેક સંઘની ઓફિસમાંથી મળી શકશે. તેમ  એક યાદી માં જણાવેલ છે.






Latest News