મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન
Breaking news
Morbi Today

મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના


SHARE









મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના

મોરબી નજીક ઘૂંટુ ગામ પાસે આવેલી નર્મદાની બ્રાંચ કેનાલમાં શુક્રવારે સાંજે કોઈ કારણોસર ગાબડું પડ્યું હતું જેથી કરીને કેનાલમાંથી પાણી કાલિન્દ્રી નદી તરફ વહી ગયું હતું અને કેટલાક ખેડૂતોના ખેતરમાં કેનાલ તૂટવાના લીધે પાણી પણ  ભરાઈ ગયું હતું ત્યાર બાદ શનિવારે પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે ઘટનાસ્થળે પહોચ્યા હતા અને પ્રત્યક્ષ નિરીક્ષણ સ્થળ નિરીક્ષણ કરીને અધિકારીઓએ સાથે સ્થળ ઉપર જ સમીક્ષા કરી હતી.

નર્મદાની બ્રાંચ કેનાલમાં જે સ્થળે ગાબડું પડ્યું હતું ત્યાં સ્થળ તપાસ દરમિયાન કલેક્ટરે કેનાલમાં પાણીનું પ્રમાણ ઘટતાં જ યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવા સંબંધિત અધિકારીઓને આદેશ કર્યો છે સાથોસાથ જો આ પાણીના કારણે આસપાસના ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું હોય તો ત્વરિત સર્વે હાથ ધરી સરકારના નીતિ-નિયમો મુજબની કાર્યવાહી કરવા પણ જવાબદાર અધિકારીઓને  સ્પષ્ટ સૂચના આપી હતી. આ તકે મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, ડિઝાસ્ટર મામલતદાર અલ્પેશ પરમાર, નર્મદા મોરબી બ્રાન્ચ કેનાલના કાર્યપાલક ઇજનેર એમ.એ.ખોલિયા, નાયબ કાર્યપાલક ઇજનેર એમ.ડી. બાવરવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News