મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો


SHARE







મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો

મોરબી જિલ્લામાં મહિલાઓ અને સગીરાઓની સુરક્ષા માટે કાર્યરત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇને ફરી એકવાર પોતાની સજ્જતા અને સંવેદનશીલતાનો પરિચય આપ્યો છે. નોકરીના સ્થળે એક સગીરા સાથે અયોગ્ય વર્તન અને છેડતી કરનાર શખ્સને અભયમની ટીમે સ્થળ પર પહોંચી કાયદાનું ભાન કરાવ્યું હતું.

૧૮૧ હેલ્પલાઇન પર એક સગીરાનો મદદ માટે ફોન આવ્યો હતો કે, તે જ્યાં નોકરી કરે છે ત્યાં એક વ્યક્તિ દ્વારા તેની છેડતી કરવામાં આવી છે. આ ગંભીર માહિતી મળતા જ અભયમ ટીમના કાઉન્સિલર સેજલબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન અને પાયલોટ વિરમભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ટીમે સૌપ્રથમ ગભરાયેલી સગીરાને સાંત્વના આપી તેને સુરક્ષાનો અહેસાસ કરાવ્યો હતો. કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે, સગીરા છેલ્લા છ મહિનાથી તેની માતા સાથે એક કંપનીમાં નોકરી કરે છે, જ્યાં એક શખ્સે તેની સાથે અયોગ્ય છેડતી કરી હતી. શરૂઆતમાં છેડતી કરનાર વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર ન હતો, પરંતુ અભયમ ટીમે સ્થળ પરના સીસીટીવી કેમેરાની તપાસ કરી અને કાયદાકીય રીતે કડકાઈપૂર્વક પૂછપરછ હાથ ધરતા આખરે શખ્સે કબૂલાત કરી હતી.


અભયમ ટીમની કડક કાર્યવાહી બાદ તે વ્યક્તિએ સગીરાની માફી માંગી હતી અને ભવિષ્યમાં આવી હરકત ફરી ન કરવાની લેખિત ખાતરી આપી હતી. ટીમે સગીરાને તેના કાયદાકીય અધિકારો અને સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સગીરા અને તેની માતાએ છેડતી કરનાર વ્યક્તિની માફી અને પસ્તાવાને ધ્યાને રાખી આગળની કાર્યવાહી ન કરવાની ઈચ્છા દર્શાવતા સ્થળ પર જ સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું હતું. મુશ્કેલીના સમયે વ્હારે આવેલી ૧૮૧ અભયમ ટીમનો સગીરા અને તેના પરિવારે આભાર માણ્યો હતો.






Latest News