મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ


SHARE







મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ

મોરબીની ઓમ વિદ્યાવાસીની પીટીસી કોલેજમાં પ્રાથમિક શિક્ષક બનવા માટે પીટીસીની તાલીમ કે જે હવે ડી.એલ.ડી.એ.તરીકે ઓળખાય છે,એની તાલીમ પ્રાપ્ત કરતાં પ્રથમ વર્ષના 52 જેટલા તાલીમાર્થીઓએ પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં અને માધાપરવાડી કુમાર શાળામાં ધો.4 અને 5 ના વર્ગોમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ ભણાવી પાઠ લીધા હતા, આ તકે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટના પૂર્વ પ્રાચાર્ય વ્રજલાલ કાચા, ડો.હમીરભાઈ કાતડ, માધવીબેન શુક્લ, હેમાંગીબેન તેરૈયા, ભાવનાબેન નકુમ, એચ.એમ.અકવાલિયા પી.વી.જાની, એ.ટી.પટેલ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના તમામ લેકચરરે ભણાવવામાં આવતા પાઠનું વર્ગમાં બેસી નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી નોંધો તૈયાર કરી હતી, પ્રાર્થના સભામાં શાળાના પ્રિન્સિપાલ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ શાળાનો પરિચય,શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ પીટીસીનું મહત્વ, શિક્ષકોનું મહત્વ,શિક્ષકોના વ્યવસાયની ગરિમા,કેવી રીતે અધ્યયન કરવું અને કેવી રીતે અધ્યાપન કરાવવું તેંની વિસ્તૃત સમજ આપી હતી અને ડાયટના તમામ લેકચરરનું પુસ્તક દ્વારા અભિવાદન કર્યા બાદ બધા તાલીમાર્થીઓ સમગ્ર દિવસ દરમ્યાન માધાપર કુમાર અને કન્યા એમ બંને શાળાના ધો.4 અને 5 ના  વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય કરાવ્યું હતું તાલીમાર્થીઓ સાથે કોલેજના પ્રાધ્યાપક કેતન જોષી તેમજ ધર્મેન્દ્રભાઈ ગડેસિયા પ્રિન્સિપાલ OMVVIM કોલેજ, હિમાંશુ શેઠ વગેરે જોડ્યા હતા, પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાનું ભૌતિક, ભાવાવરણ, વિદ્યાર્થીનીઓની હોંશિયારી જોઈ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના તમામ લેકચરર ખુબજ ખુશ થયા, પ્રભાવિત થયા અને શાળા પરિવારને ધન્યવાદ અને અભિનંદન પાઠવ્યા હતા.






Latest News