વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં અઠવાડિક યોગ શિબિર યોજાઈ


SHARE







મોરબીની પી.જી.પટેલ કોલેજમાં અઠવાડિક યોગ શિબિર યોજાઈ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરનાં માર્ગદર્શનથી મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી અને મોરબીની પી.જી.પટેલ કોલેજનાં સયુંકત ઉપક્રમે પી.જી.પટેલ કોલેજના રંગભવન ખાતે અઠવાડિક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સમગ્ર શિબિરનું આયોજન કોલેજનાં પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટનાં માર્ગદર્શન અને પ્રેરણાથી કરવામા આવ્યું હતુ. આ ઉપરોક્ત શિબિરમાં ૫૫ થી વધુ વિધાર્થીઓએ હોશભેર ભાગ લીધો હતો અને વિધાર્થીઓ સાથે કોલેજના આચાર્ય અને પ્રાધ્યાપકો પણ જોડાયા હતા. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે મોરબીની પી.જી. પટેલ કોલેજમાં છેલ્લા પાંચ વર્ષોથી નિયમિતપણે વિધાર્થીઓ અને પ્રાધ્યાપકો રોજ સવારે યોગ કરે છે અને ત્યારબાદ શિક્ષણ કાર્ય શરુ થાય છે. આ શિબિરના સમાપન પ્રસંગે ભાગ લેનાર તમામ વિધાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે સંસ્થા વતી આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટે મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ અને તેમની સમગ્ર ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News