લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઘુટુ ગામે થ્રેસર મશીનમાં માથામાં બાંધેલી ચુંદડી ફસાઈ જતા પરણીતાનું માથું ધડથી અલગ થઈ જતા મોત


SHARE





મોરબીના ઘુટુ ગામે થ્રેસર મશીનમાં માથામાં બાંધેલી ચુંદડી ફસાઈ જતા પરણીતાનું માથું ધડથી અલગ થઈ જતા મોત

મોરબી તાલુકાના ઘુટુ ગામે ખેતરમાં થ્રેસર મશીનમાં ચણા કાઢવા માટેનું કામ ચાલુ હતું તે દરમિયાન મહિલાએ માથામાં બાંધેલી ચુંદડી મશીનમાં ફસાઈ જવાના કારણે શ્રમિક મહિલાનું માથું મશીનમાં આવી ગયું હતું જેથી માથું ધડથી અલગ થઈ જવાના કારણે તે મહિલાનું મોત નીપજ્યું હતું આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ઘુટુ ગામે રહેતા અને ખેતીમાં મજૂરી કામ કરતા મુકેશભાઈ ડામોરના પત્ની પાર્વતીબેન ડામોર (32) નામની મહિલા ખેતરમાં કામગીરી કરી રહ્યા હતા ત્યારે માથામાં બાંધેલી ચૂંદડી થ્રેસર મશીનમાં ફસાઈ જવાના કારણે માથું ધડથી અલગ થઈ ગયું હતું જેથી તે મહિલાનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

આધેડનું લોહીની ઉલ્ટી થયા બાદ મોત

મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર આવેલ લોટસ એપાર્ટમેન્ટ ખાતે રહેતા હરેશભાઈ અમરશીભાઈ મોરડીયા (54) નામના આધેડને કેન્સરની બીમારી હતી અને તેઓ પોતાના ઘરે હતા ત્યારે તેઓને લોહી ઉલટી થઈ હતી તેથી તેને સારવાર ખાતે લઈ ગયા હતા અને સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી છે




Latest News