મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE







મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીના ઘુંટુ ગામે સ્વ.ઓધવજીભાઈ જીવાભાઈ પરેચા અને સ્વ.છબીબેન ઓધવજીભાઈ પરેચાના પુણ્યાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાસ્ત્રી વિષ્ણુબાપુ દાણીધારીયા દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું શ્રોતાઓને રસપાન તા.2 થી 8 સુધી શ્રી સી.એન. પટેલ વિધાલય, પરેચા પરિવાર મંદિરની સામે ઘુંટુ ગામે કરાવવામાં આવશે.

શ્રીમદ ભાગવત સપ્તાહનો સમય સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 નો રહેશે તેમજ ભાગવત સપ્તાહની સાથે કથામાં આવતા તમામ પ્રસંગોની પણ ધામધુમથી ઉજવણી કરવામાં આવશે.આ ઉપરાંત રાત્રિ કાર્યક્રમમાં ભજન સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. 2 ના રોજ જયદેવ ગોસાઈ તથા હર્ષદ પટેલ, તા. 4 ના રોજ મયુર દવે તથા હર્ષદ પટેલ અને તા. 7 ના રોજ જયદીપ સોની તથા દિપકબાપુ હરિયાણી ઉપસ્થિત રહેશે. દરરોજ બપોરે કથા વિરામ બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો તમામ ધર્મપ્રેમી જનતાને શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન કરવા તેમજ મહાપ્રસાદનો લાભ લેવા પીતાંબરભાઈ ઓધવજીભાઈ પરેચા તથા વિનોદભાઈ પીતાંબરભાઈ પરેચા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News