મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે


SHARE







મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે

મોરબી જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્યને સિરામિક ઉદ્યોગકારે હાથ ઉછીના 25 લાખ રૂપિયા આપ્યા હતા અને તે પૈસા પાછા માંગતા ઉદ્યોગકાર ઉપર ભાજપના આગેવાને હુમલો કર્યો હતો અને જે બનાવમાં ઉદ્યોગકાર અને તેના મિત્રને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને આ બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો જે ગુનામાં પોલીસે તાત્કાલિક આરોપી અજય લોરીયાની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ તેને કોર્ટ સમક્ષ રજૂ કરીને હાલમાં આરોપીને મોરબીની સબ જેલ હવાલે કરેલ છે.

મોરબીના સિરામિક ઉદ્યોગપતિ શેખરભાઈ રતિલાલભાઈ આદ્રોજાએ મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અજય મનસુખભાઈ લોરીયાને ઘણા સમયથી હાથ ઉછીના 25 લાખ રૂપિયા આપ્યા હતા જે પૈસા પાછા લેવા માટે શેખરભાઈએ અજયને ફોન કર્યો હતો અને ત્યારબાદ રવિવારે રાત્રિના 11:30 વાગ્યે અજયએ શેખરભાઈને શનાળા રોડે ભારત ટ્રાન્સપોર્ટના ડેલામાં બોલાવેલ હતા જેથી શેખરભાઈ તેના મિત્ર જયેશભાઈ પાડલીયાને સાથે લઈને ઇનોવા ગાડીમાં ત્યાં ગયા હતા ત્યારે શેખરભાઈ કશું જ સમજે તે પહેલા અજય લોરીયાએ લોખંડની ખીલી વાળો ધોકો લઈને શેખરભાઈ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો જે બનાવ સંદર્ભે શેખરભાઈ રતિલાલભાઈ આદ્રોજાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજય મનસુખભાઈ લોરીયાની સામે ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે તાત્કાલિક આરોપી અજય મનસુખભાઈ લોરીયાની ધરપકડ કરી હતી અને તેની મર્સિડીઝ ગાડી, ધોકો, કપડાં અને મોબાઈલ ફોન વિગેરે મુદામાલ કબ્જે લેવામાં આવ્યો હતો ત્યાર બાદ આરોપી અજય લોરીયાને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરીને હાલમાં મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે. તેવી માહિતી પોલીસ પાસેથી જાણવા મળેલ છે. અત્રે ઉલેખનીય છે કે, શેખરભાઈને અજય લોરીયાએ ભારત ટ્રાન્સપોર્ટના ડેલમાં બેલવેલ હતા જેથી તે પોતાના મિત્ર સાથે ત્યાં ગયા હતા ત્યારે અજય લોરીયાએ લોખંડના ખીલા વાળો ગાડીમાંથી કાઢીને તે ધોકો વડે શેખરભાઈ અને તેના મિત્ર ઉપર હુમલો કર્યો હતો જે બનાવમાં જયેશભાઈને માથાના ગંભીર ઇજા થતાં 12 થી વધુ ટાંકા આવ્યા હતા અને શેખરભાઈને બંને હાથમાં ફ્રેકચર અને શરીરે ઇજાઓ થઈ હતી.






Latest News