મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરની ધર્મનગર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા


SHARE







વાંકાનેરની ધર્મનગર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા

વાંકાનેર નવાપરા નજીક આવેલ સોવારિયા વિસ્તારમાં ધર્મનગર સોસાયટી પાસે સ્ટ્રીટલાઈટ અજવાળે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે છ શખ્સો જુગાર રમતાં મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૧૧૨૦૦ રૂપિયાની રોકડ કબજે કરી તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર નવાપરા નજીક આવેલ સોવારિયા વિસ્તારમાં ધર્મનગર સોસાયટી પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા હોવાની વાંકાનેર સિટી પોલિસને હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે મહેશભાઈ દામજીભાઈ ભખવાડિયાવિજયભાઇ દિનેશભાઈ ડાભી, મનીષભાઈ કરસનભાઈ ડાભી, નરોતમભાઈ કેશુભાઈ વાઘેલા, કમલેશભાઈ ગણેશભાઈ ડાભી અને સાદીકભાઈ અસરફભાઈ કેડા જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૧૨૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News