મોરબી : ધાંગધ્રાથી દારૂ લાવીને મોરબીમાં વેચવા જતાં ૨૦ બોટલ સાથે યુવાન ઝડપાયો
મોરબી યાર્ડના વેપારી સાથે ધર્માદાના નામે ૧૦.૨૮ લાખની છેતરપિંડીના ગુનામાં એકની ધરપકડ
SHARE







મોરબી યાર્ડના વેપારી સાથે ધર્માદાના નામે ૧૦.૨૮ લાખની છેતરપિંડીના ગુનામાં એકની ધરપકડ
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ યાર્ડમાં દુકાન ધરાવતા વેપારીને ત્યાંથી સ્વામિનારાયણ મંદિર રેશનિંગની વસ્તુ મોકલવાની છે તેવું કહીને બે શખ્સો દ્વારા બેસન અને તેલના ડબ્બાની ખરીદી કરવામાં આવી હતી અને તેનું ૧૦.૨૮ લાખ રૂપિયાનું બિલ ન ચૂકવીને વેપારી સાથે છેતરપિંડી કરવામાં આવી હતી જેની એ ડિવિઝન પોલીસ સ્ટેશને ભોગ બનેલા વેપારીએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે છેતરપિંડી કરનારા બે શખ્સો પૈકીનાં એકની ધરપકડ કરેલ છે.
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ મારુતિ નગરમાં જીવંતિકામાં રહેતા અને મોરબીના શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડમાં ખાવડીયા ટ્રેડિંગ કંપની નામની દુકાન ધરાવતા મહેશભાઈ છગનભાઈ ખાવડીયા જાતે પટેલ (ઉંમર ૪૨) એ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બ્રિજેશભાઈ કાન્તીભાઈ પટેલ રહે. જુનાગઢ તેમજ જેકલેશભાઈ ધીરજભાઈ સોમૈયા રહે. રેસકોસ પાર્ક એરપોર્ટ રોડ રાજકોટ વાળાની સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યું હતું કે, આરોપીઓએ ગત તા. ૮/૩/૨૧ ના રોજ તેની દુકાનેથી સ્વામિનારાયણ મંદિરમાં વસ્તુ આપવાની છે તેવું કહીને બેસનના કટા અને તેમજ તેલના ડબ્બાની ખરીદી કરી હતી અને તેના બિલના ૧૦.૨૮ લાખ રૂપિયા આપવાના થતા હતા જે રૂપિયા ન આપીને આરોપીઓએ દુકાનદારની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી જેની ભોગ બનેલા વેપારીએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં જેકલેશભાઈ ધીરજભાઈ સોમૈયા (૪૫) રહે. રેસકોસ પાર્ક એરપોર્ટ રોડ રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં બીજા આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
