મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે સુપર માર્કેટમાં ચોરી કરતો ચોર સીસીટીવીમાં કેદ: વિડીયો થયો વાઇરલ


SHARE













મોરબીના શનાળા રોડે સુપર માર્કેટમાં ચોરી કરતો ચોર સીસીટીવીમાં કેદ: વિડીયો થયો વાઇરલ 

મોરબી શહેરના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ સુપરમાર્કેટમાં રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા દુકાનોનાં તાળાં ખોલીને દુકાનોમાંથી ચોરી કરવામાં આવેલ છે જોકે તસ્કરના હાથમાં મોટો દલ્લો આવ્યો ન હોવાથી આ અંગેની આજ સુધીમાં ચોરીની કોઈ ફરિયાદ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ નથી પરંતુ આ પોલીસ નાઈટ પેટ્રોલીંગ સામે સો ટકા સવાલો ઉઠી રહ્યા છે. 

મોરબી શહેર તેમજ જિલ્લાની અંદર ક્રાઇમની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે જેથી કરીને લોકોની સલામતી સામે હવે પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે અને હત્યા, ચોરી, લૂંટ સહિતના બનાવો ગમે ત્યારે બનતા હોય પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલીંગની વાતો કરવામાં આવે છે જો કે, નક્કર વાસ્તવિકતા કંઇક જુદી જ હોય તેવું જોવા મળી રહ્યું છે મોરબી શહેરના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ સુપરમાર્કેટમાં તસ્કર દ્વારા જુદી જુદી દુકાનોના તાળા તોડીને ત્યાંથી પરચૂરણ રકમોની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે અને આ અંગેનો સીસીટીવી કેમેરાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. 

મોરબીના સુપરમાર્કેટની દુકાન ધરાવતા વેપારી પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ગત તા. ૨૬ ના રોજ વહેલી સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યો શખ્સ પોતાના મોઢા ઉપર બુકાની બાંધીને મોરબીના સુપરમાર્કેટની અંદર જ્યાં ૨૫૦ કરતાં વધુ દુકાનો આવેલ છે ત્યાં જુદી જુદી લોબીનોમાં જોવા મળ્યો હતો અને તેના દ્વારા જુદી જુદી દુકાનોના તાળાં તોડવા નહીં પરંતુ ખોલવા માટેની કામગીરી કરવામાં આવતી હોય તેવું સીસીટીવી કેમેરાની અંદર સ્પષ્ટપણે દેખાઇ રહયું છે અને કેટલીક દુકાનનાં તાળાં ખૂલી ગયા હોવાથી આ શખ્સ દ્વારા તે દુકાનની અંદર પ્રવેશ કરીને પરચૂરણ રકમ અને અન્ય મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે. 

જોકે ચોરીના આ બનાવમાં તસ્કરના હાથમાં મોટો દલ્લો લાગ્યો ન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે અને ચોરીના આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે હજુ સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાયેલ નથી પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે રાત્રી દરમ્યાન પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલીંગ કરવામાં આવે છે તેમ છતાં પણ રાત્રે તસ્કરો બેખોફ બનીને ચોરીની ઘટનાને અંજામ આપતા હોય તેવું હાલમાં જે સીસીટીવી કેમેરાના ફૂટેજ વાયરલ થયા છે તેના ઉપરથી સ્પષ્ટપણે દેખાઇ રહયું છે ત્યારે લોકોની  સલામતી માટે સઘન નાઈટ પેટ્રોલીંગ કરવામાં આવે તેવી વેપારીઓની માંગ છે.






Latest News