ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં અગરીયાઓને સરકારની સોલર પંપ યોજનાનો લાભ અપાવવા રજૂઆત


SHARE













 
 

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં અગરીયાઓને સરકારની સોલર પંપ યોજનાનો લાભ અપાવવા રજૂઆત

ગુજરાત સરકાર દ્વારા અગિરયા માટે ઘણી યોજના અમલમાં મૂકવામાં આવી છે જો કે, આ લાભદાયક યોજનાઑમાં ભ્રષ્ટાચારની ખોટી ફરિયાદો લેભાગુ તત્વો દ્વારા કરવામાં આવે છે જેથી કરીને અગરીયાઓને તેનો લાભ મળતો નથી એન લેભાગુ તત્વો અગરિયાને મળતો લાભ રોકતા હોય તેવો ઘાટ સર્જાય છે તેવી જ રીતે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સરકારની સોલાર પમ્પ સહાય યોજના અમલમાં મુકવામાં આવી હતી જેનો લાભ લઈને ઘણા અગરીયાઓએ સોલાર પમ્પ મૂક્યા છે જો કેબીજા અગરિયા જે આ યોજનાનો લાભ નથી લઇ શક્યા તેમને કોઈ સોલાર પમ્પ દેવા તૈયાર થતા નથી ત્યારે ભ્રષ્ટાચારની ખોટી રજુઆત ધ્યાને ના લેવા અને અગરિયાઓને વધુમાં વધુ સોલર પંપનો લાભ મળે તે માટે સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અગરીયા હિતરક્ષક સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવિને રજૂઆત કરવામાં આવી છે

 

અગરીયા હિતરક્ષક સંઘ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે કેહળવદનાં રણ વિસ્તારમાં અગરીયાઓ દ્વારા વંશપરંપરાગતથી મીઠાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે અને વર્ષોથી તેઓ ડીઝલ એન્જિનની મદદથી મીઠું બનાવવા માટે જરૂરી પાણી ખેંચતા હતા જે તેઓને ખુબ જ મોંધુ પડતું હોવા છતાં ડીઝલ બાળવું પડતું હતું અને વર્ષ ૨૦૧૭ માં ગુજરાત સરકાર દ્વારા અગરિયાના ઉથ્થાન અર્થે સોલાર પમ્પ સહાય યોજના અમલમાં મુકવામાં આવી હતી જેમાં સોલાર પમ્પની કુલ કિંમતના ૮૦ રકમ અગરિયાને સહાય રૂપે ચૂકવવાની હતી જો કેછેલ્લા ૪ વર્ષથી મળતી આવી રહી છે આ યોજનામાં સરકાર દ્વારા કોઈપણ સોલાર વિક્રેતાના નામ ફિક્સ કરેલ નથી અને અગરિયાને જે સોલાર વિક્રેતા સારી સિસ્ટમ અને સારી સર્વિસ (આફ્ટર સેલ્સ સર્વિસ) આપી શકે તેની પાસેથી અગરિયા પોતે નક્કી કરી લઇ શકે છે

 

સરકાર કે સોલાર પમ્પ વિક્રેતાનું કોઈપણ અગરિયાને સોલાર પમ્પ લેવા કોઈપણ જાતનું દબાણ નથી અને અગરિયા પોતાની રીતે સોલાર પમ્પ લેવા સ્વતંત્ર છે આ યોજનામાં જે અગરિયાઓને યોજના અંતર્ગત ૨૦૧૭ થી સોલાર પમ્પનો લાભ મળેલ છે તેઓને ખુબ સારી કંપનીની સોલાર સિસ્ટમ ઉપરાંત ખુબ જ સારી આફ્ટર સેલ્સ સર્વિસ મળી છે જેના લીધે ડીઝલના વપરાશમાં ૫૦ નો ફાયદો પણ મેળવી અને સારી આર્થિક સ્થિતિમાં પહોંયી શક્યા છે હાલમાં છેલ્લા થોડા સમયથી સમસ્ત અગરિયા સમુદાયના ઓઠા તળે ધ્રાંગધ્રાનો જીતેન્દ્ર રાઠોડ ઉર્ફે ભારત રાઠોડ પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય રોટલા શેકવા અગરિયા માટે સરકારે અમલમાં મુકેલી સોલાર પમ્પ યોજનામાં ભષ્ટાચાર અને ગેરરીતિની પાયાવિહોણી રજુઆત કરે છે જેના અનુસંધાને અગરીયા  હિતરક્ષક  સંઘ દ્વારા રજુઆત કરવા આવી છે

 

જેમાં તેઓએ જણાવ્યુ છે કેજીતેન્દ્ર ઉર્ફે ભરત રાઠોડ અગરિયા સમુદાય સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા નથી અને તેમની કોઇપણ રજુઆતમાં તેની સાથે નથી આ લેભાગુ વ્યક્તિ જીતેન્દ્ર રાઠોડને અગરીયાના નામે ચારી ખાવનું બંધ કરે અને પાયાવિહોણી રજુઆત બંધ કરે તેવું ઘણા સમય પહેલા કહી દેવામાં આવેલ છે છેલ્લા ઘણા વર્ષોથી અગરિયાઓને ડીઝલ બાળવામાંથી મુક્તિ મળી છે અને બીજા અગરિયા ભાઇઓ જે આ યોજનાનો લાભ નથી લઇ શક્યા તેમને કોઈ સોલાર પમ્પ દેવા તૈયાર થતા નથી ત્યારે ભ્રષ્ટાચારની ખોટી રજુઆત ધ્યાને ના લેવા અને અગરિયાઓને વધુમાં વધુ સોલર પંપનો લાભ મળે તે માટે સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે સાથોસાથ આ સહાય યોજનાનો સમયગાળો હજુ બે વર્ષ લંબાવી આપવા રજૂઆત કરેલ છે 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 


 






Latest News