મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના લુટાવદર પાસે રોજડૂ આડુ આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE













મોરબીના લુટાવદર પાસે રોજડૂ આડુ આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લુંટાવદર ગામના પટીયાથી આગળ જી.ઇ.બી. ની ઓફીસ પાસેથી યુવાન તેનું બાઇક લઈને પસાર થતો હતો ત્યારે તેના બાઇકને આડે રોજડૂ આવતા અકસ્માત સર્જાયો હતો અને તેમાં યુવાનને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે ખસેડાયો હતો જો કે, સારવાર દરમ્યાન આ યુવાનનું મોત નીપજયું હતું જેથી પોલીસે મૃતકના મોટા ભાઈની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના હાજયાળી ગામે રહેતા અશ્વિનભાઈ ભવાનભાઈ લોરીયા (ઉ.વ .૪૨) નામનો યુવાન પોતાનું બાઇક જીજે એફએન ૦૨૬૫ લઈને લુટાવદર ગામના પટીયાથી આગળ જી.ઇ.બી. ની ઓફીસ પાસેથી પસાર થઈ રહયો હતો ત્યારે રસ્તામાં વચ્ચે રોજડૂ આવતા તેની સાથે બાઇક અથડાયું હતું અને અકસ્માત સર્જાયો હતો જેથી અશ્વિનભાઈ ભવાનભાઈ લોરીયાને તાત્કાલિક સારવાર માટે મોરબી લાવ્યા હતા અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જયાં ટુંકી સારવારમાં તેઓનું મૃત્યુ નીપજયું હતું જે બનાવમાં હાલમાં પોલીસે હજનાળી ગામે રહેતા મૃતકના મોટાભાઇ પ્રવીણભાઇ ભવાનભાઇ લોરીયા જાતે પટેલ (ઉ.૪૬)ની ફરિયાદ લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસેથી બાઇક લઈને પસાર થઈ રહેલા યુવાનનું રંગપર ગામના ઝાંપા પાસે બાઇક સ્લીપ થઇ ગયું હતું જેથી કરીને રવિ ઘોઘાભાઈ નૈયા (ઉંમર ૨૭) નામના યુવાનને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી તો હળવદના રહેવાસી ઈમરાનભાઈ જાવેદભાઈ કલાડિયા (ઉંમર ૨૯) ભુજ હાઇવે ઉપર રામદેવપીર મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે વાહન અકસ્માતમાં ઈજા થઈ હતી જેથી કરીને પ્રાથમિક સારવાર લીધા બાદ હાલમાં તેઓને મોરબીના શનાળા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ છે જેની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News