મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન


SHARE







મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન

સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજનું આદર્શ અને મજબૂત સામાજિક બંધારણ બનાવવાના ઉદ્દેશ્ય સાથે મોરબીમાં કાલે સમરસ યુવા સંગઠન દ્વારા મહાસંમેલનનું આયોજન કરાયું છે અને સમાજને સંગઠિત કરીને પ્રગતિશીલ બનાવવા માટે એક સર્વગ્રાહી બંધારણ ઘડવું એ હાલના સામાની માંગ છે જેથી સંતો મહંતો અને સમાજના આગેવાનોની હાજરીમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં સમરસ યુવા સંગઠન દ્વારા તા 2/5 ને શનિવારના રોજ સવારે 09:30 કલાકે રવાપર-લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ સમરસ ભવન ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ સંમેલનનો મુખ્ય હેતુ પરંપરાગત મૂલ્યોને જાળવી રાખીને કુરિવાજોને તિલાંજલિ આપવાનો છે અને શિક્ષણના વ્યાપને વધારવાનો છે. ખાસ કરીને કનીરામદાસજી બાપુને જગતગુરુની સર્વોચ્ચ પદવી પ્રાપ્ત થતા સમરસ યુવા સંગઠન દ્વારા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવશે. તેમજ અખિલ ભારતીય રબારી સમાજ ધર્મ ગુરુગાદી વડવાળા મંદિર દુધરેજ ધામના લઘુ મહંતની પદવી નાગરદાસજી બાપુને મળતા તેઓને પણ સન્માનિત કરાશે. આ કાર્યક્રમમાં વડવાળા મંદિર દુધઈ ધામના રામબાલકદાસજી બાપુ, વડગુરુ ગાદી આપાજાલા ધામ, મેસરીયાના બંસીદાસજી બાપુ, ખાનકોટડા મંમાઈ માતાજી મઢના ભૂવા લક્ષ્મણઆતા નારણઆતા અને અદેપર મંમાઈ માતાજી મઢના ભૂવા સવાઆતા લક્ષ્મણઆતા પણ હાજર રહેશે. અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બપોરે 11:30 કલાકે ભોજન સમારંભ રાખવામાં આવ્યો છે. જેના દાતા વિરપર ગામના કાનજીભાઈ ડુંગરભાઈ ભુંભરીયા હોવાનું કાર્યક્રમના આયોજક સમરસ યુવા સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું છે.






Latest News