મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા


SHARE







મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા

પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં શાસન સ્થાપના દિવસે એક સાથે ૫૩ શ્રાવક-શ્રવિકોએ સામુહિક રીતે શ્રાવકના બાર વ્રતની આરાધનાનો સંકલ્પ લઈને કર્મની શુદ્ધિ અને પુણ્યની વૃદ્ધિ કરી હતી. ડૉ. ચિંતનચંદ્રજી સ્વામી, ધીરતાજી આર્યાજી વગેરેએ વ્યાખ્યાન, શિબિર, મહિલા મંડળ, વિમલનાથ પ્રભુના જાપ આદી કાર્યક્રમોમાં ધર્મ પ્રેરણા કરીને શ્રાવક જીવનના પરમ આદર્શરૂપ બાર વ્રતની ધારણા કરવા સમજણ આપી હતી. અને રોજ રાતે ભાઈઓને પણ પૂ.શ્રી. વર્ધમાન સ્વામીએ વિસ્તારથી શ્રાવકવ્રતની સમજુતી આપીને વધુને વધુ પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરવાની ભાવ પ્રેરણા કરી હતી. વ્રતધારી દરેક આરાધકોની એક ગુરુભક્ત તરફથી અનુમોદના કરવામાં આવેલ હતું અને શાસન સ્થાપના ૨૫૮૨ માં વર્ષના પ્રારંભે અઢીસો પચ્ચખાણમાં ૨૮૯ ભાવિકો જોડાયા હતા. પૂ. આચાર્ય ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં દૈનિક પ્રવચન ધારામાં જૈન-જૈનેતર ભાવીકો લાભ લે છે. મોરબી મનપા ચુંટણીમાં વિજેતા થયેલ ઉમેદવારો અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ ગુરુદર્શન માટે હાજર રહ્યા હતા.






Latest News