મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે


SHARE









મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે

સીમા સુરક્ષા, રાષ્ટ્રીય ચેતના અને સ્વાવલંબનના ઉમદા હેતુ સાથે સીમા જાગરણ મંચ દ્વારા જુદાજુદા વિસ્તારમાં કાર્યક્રમ કરવામાં આવે છે તેવામાં તા 3/5 ને રવિવારના રોજ ઝીંઝુડા ખાતે “સીમા સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું છે. અને સાંજે 5:00 વાગ્યે કાનસ્વામી બાપુની જગ્યા ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં વિવિધ વિસ્તારોમાંથી નાગરિકોને મોટી સંખ્યામાં હાજર રહેવા માટે આયોજકોએ આહ્વાન કર્યું છે.

આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ દેશની સરહદોની સુરક્ષા માટે જનજાગૃતિ ફેલાવવાનો તેમજ સીમાવર્તી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રીય ચેતનાનું નિર્માણ કરવાનો છે. તેમજ સંગઠન શક્તિ મજબૂત બનાવી સીમાવર્તી ગામોને સ્વાવલંબન તરફ આગળ વધારવાનો સંદેશ આપવામાં આવશે. મોરબી જિલ્લા સીમા જાગરણ મંચ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રેમી નાગરિકો, યુવાનો અને સમાજના આગેવાનોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. અને આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજન પ્રસાદનું આયોજન આયોજકો દ્વારા કરાયું છે.




Latest News