મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામનો બનાવ: દીકરાની જે મહિલા સાથે સગાઈ કરાવી તેના પૂર્વ પતિ સહિત ત્રણ શખ્સોએ આધેડને ધોકા-પાઇપથી માર માર્યો


SHARE









મોરબીના રાજપર ગામનો બનાવ: દીકરાની જે મહિલા સાથે સગાઈ કરાવી તેના પૂર્વ પતિ સહિત ત્રણ શખ્સોએ આધેડને ધોકા-પાઇપથી માર માર્યો

મોરબીના રાજપર ગામે રહેતા આધેડે પોતાના દીકરાની જે મહિલા સાથે સગાઈ કરાવેલ હતી તેના પૂર્વ પતિએ આધેડને ત્યાં સગાઈ કરવાની ના પાડેલ હતી તે બાબતનો ખાર રાખીને મહિલાના પૂર્વ પતિ સહિત ત્રણ શખ્સોએ આધેડ ઉપર લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો અને શરીરે ધોકા-પાઇપ વડે માર માર્યો હતો જેથી ઈજા પામેલ આધેડે સારવાર લીધા બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી તાલુકાના રાજપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા સવજીભાઈ દેવજીભાઈ ધોળકિયા (55) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હસમુખભાઈ ભરતભાઈ ધોળકિયા અને માવજીભાઈ રવજીભાઈ ધોળકિયા રહે. બંને શક્ત સનાળા અને એક અજાણ્યો શખ્સ આમ કુલ ત્રણ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, રાજપર ગામથી પંચાસર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ સ્મશાનના મેદાનમાં તેઓ પક્ષીને ચણ નાખવા માટે ગયા હતા ત્યારે ત્રણેય આરોપીઓ ફોરવીલ ગાડીમાં ત્યાં ફરિયાદી પાસે આવ્યા હતા અને ફરિયાદીને ગાળો આપીને હસમુખભાઈ ધોળકિયાએ કહ્યું હતું કે “તમારા દીકરા ખુશાલની સગાઈ રિધ્ધિ સાથે કેમ કરેલ છે ? રિદ્ધિના મારી સાથે લગ્ન થયેલ છે અને છુટાછેડા થયેલ છે મેં તમને સગાઈ કરવાની ના પાડેલ હતી” ત્યાર બાદ હસમુખભાઈએ લોખંડના પાઇપ વડે ફરિયાદીને જમણા હાથના પોચામાં અને આંગળીમાં મારમારીને ફેક્ચર જેવી ઈજા કરેલ છે જ્યારે ડાબા પગના સાથળના ભાગે માવજીભાઈએ લાકડાના ધોકા વડે માર મારીને ઇજા કરી હતી અને અજાણ્યા શકશે પણ લાકડાના ધોકાથી ફરિયાદીને જમણા પગમાં માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ આધેડે સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છ




Latest News