મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા પતંજલિ યોગ દ્વારા ૫૧ કુંડી યજ્ઞનું આયોજન કરાયું


SHARE













મોરબી જીલ્લા પતંજલિ યોગ દ્વારા ૫૧ કુંડી યજ્ઞનું આયોજન કરાયું

મોરબી પતંજલિ યોગ પરિવાર અને ગુજરાત યોગ બોર્ડ દ્વારા આયોજિત તેમજ રામદેવ મહારાજના યજ્ઞદેવના સાનિધ્યમાં યજ્ઞચિકિત્સા પ્રશિક્ષણ શિબિર ૫૧ કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અને ભારત સ્વામિમાન ટ્રસ્ટના જિલ્લા પ્રભારી રણછોડભાઇ જીવાણી, મોરબીના યોગ ગુરૂ નરસિંહભાઇ અંદરપા, ભારતીબેન રંગપરીયા તથા રૂપલબેન શાહ દ્વારા આ યજ્ઞનું આયોજન મોરબીમાં કરવામાં આવેલ છે.


મોરબીમાં ૫૧ કુંડી યજ્ઞ તા ૩૧ ને શુક્રવારના રોજ બપોરે ૩:૩૦ થી ૬:૦૦ વાગ્યા સુધી શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગ પાછળ ન્યુ આદર્શ સ્કુલ ખાતે ચાલશે આ યજ્ઞમાં એક કુંડ પર એક પરિવારમાંથી બેથી ત્રણ વ્યક્તિ બેસી શકશે. અને મેટલની યજ્ઞકુંડની કીટ માટે રૂપિયા ૫૫૧ અને ત્રાંબાના યજ્ઞકુંડની કીટ માટે ૧૨૫૧ આપવાના રહેશે. આ કીટ યજ્ઞમાં બેસનારને આપી દેવામાં આવશે આ યજ્ઞમાં બેસનારા પરિવાર માટે યજ્ઞની સામગ્રી માટે ૨૫૧ અને વ્યકિતગત બેસનાર માટે ૧૦૦ રૂપિયા આપવામાં આવશે. અને જે લોકો સંસ્થાના યજ્ઞ કુંડ ઉપર બેસવા માંગતા હોય તેમણે વ્યકિતગત રૂપિયા ભરવાના રહેશે અને આ યજ્ઞમાં બેસવા માટે નોંધણી ફરજીયાત છે. અને નોંધણી કરાવવા માટે ભારતીબેન રંગપરીયા (૯૮૨૫૭ ૨૫૨૨૨), રૂપલબેન શાહ (૯૯૭૯૩ ૮૩૭૯૭), પીનલબેન (૭૦૧૬૪ ૫૩૧૩૮), મીનાબેન (૯૯૭૯૨ ૩૭૮૫૫) અને નરસીભાઇ (૯૮૯૮૩ ૨૦૨૩૩)નો સંપર્ક કરવાનો  રહેશે.

મોરબીના એવન્યુપાર્કમાં મહિલા મંડળ આયોજીત કથામાં આજે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે

મોરબી એવન્યુપાર્ક મહિલા મંડળ આયોજીત ભાગવત સપ્તાહમા રાત્રે બજરંગ ધૂન મંડળનો કાર્યક્રમ રાખવામા આવેલ છે અને સાંજે કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણીનુ અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે

મોરબી રવાપર રોડ સ્થિત એવન્યુપાર્ક સોસાયટી ખાતે એવન્યુ પાર્ક મહિલા મંડળ દ્વારા ગૌસેવાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનુ રસપાન થઈ રહ્યુ છે. ત્યારે આજે તા.૩૦-૧૨ ને ગુરુવારના રોજ શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામા આવશે. તે ઉપરાંત આજે રાત્રે ૯ કલાકે બજરંગ ધૂન મંડળ દ્વારા ધૂન-ભજનના કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ છે. જેથી દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા આયોજકોએ નિમંત્રણ પાઠવ્યૂ છે






Latest News