મોરબીમાં યુવાઓને રોજગારી પત્રો અને એપ્રેન્ટીસશીપ યોજનાઓના કરારપત્રો એનાયત કરાયા
સંઘ શક્તિ વિજય: મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ વિરોધ કરતાં એમજીઓ બંધ કરવાના નિર્ણયને ગુજરાત ગેસ કંપનીએ પાછો ખેંચ્યો
SHARE









સંઘ શક્તિ વિજય: મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ વિરોધ કરતાં એમજીઓ બંધ કરવાના નિર્ણયને ગુજરાત ગેસ કંપનીએ પાછો ખેંચ્યો
મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગુજરાત ગેસ કંપની દ્વારા આપવામાં આવતા નેચરલ ગેસનો ઉપયોગ કરીને હાલમાં સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવ્યું છે અને સિરામિક ઉદ્યોગકારો ગેસ કંપની પાસેથી એમજીઓ કરાર કરીને ગેસ મેળવી રહ્યા છે પરંતુ અચાનક જ ગુજરાત ગેસ કંપની દ્વારા સિરામિક ઉદ્યોગકારો સાથે એમજીઓ કરાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેથી ઉદ્યોગકારોને મળતો ગેસ સાડા ત્રણ રૂપિયા કરતાં વધુ મોંઘો થાય તેવી શક્યતા હતી જેથી કરીને ઉદ્યોગકારોએ ગુજરાત ગેસ કંપનીની ઓફિસ ખાતે ધરણા કર્યા હતા અને ગેસ કંપની દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેને તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરી હતી અને ગાંધીનગર સુધી ફોનના દોરડા ધણધણાવી નાખ્યા જેથી કરીને તાત્કાલિક ગુજરાત ગેસ કંપની દ્વારા તેનો નિર્ણય પાછો ખેંચીને રાબેતા મુજબ એમજીઓથી ગેસ આપવાની તૈયાર દર્શાવવામાં આવી છે
ગુજરાત ગેસ કંપની દ્વારા મોરબીના ઉદ્યોગકારોને એમજીઓ કરાર કરીને નેચરલ ગેસ સપ્લાય કરવામાં આવે છે તે એમજીઓ કરાર બંધ કરેલ હતો જેથી કરીને મોરબી સીરામીક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબીના લગભગ ૯૯ ટકા ઉદ્યોગકારો ગુજરાત ગેસ કંપની સાથે એમજીઓ કરીને કરાર આધારીત ગેસ મેળવી રહ્યા છે કારણ કે એમજીઓ કરાર કરેલ હોય તો ગેસ નોન એમજીઓ કરતાં લગભગ સાડા ત્રણ રૂપિયા જેટલો સસ્તો મળતો હોય છે જેથી કરીને તેઓને ઉત્પાદનની કિંમત નીચે લાવવામાં અને બજારમાં ટકી રહેવા માટે થઈને ફાયદો થતો હોય છે
પરંતુ અચાનક ગુજરાત ગેસ કંપની દ્વારા એમજીઓ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેથી કરીને સિરામિક ઉદ્યોગકારોમાં રોષની લાગણી ફેલાઇ હતી અને મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા સહિતના લગભગ ૨૦૦ જેટલા સિરામિક ઉદ્યોગકારો મોરબીના લાલપર ગામ પાસે આવેલ ગુજરાત ગેસ કંપનીની ઓફિસ ખાતે ગયા હતા અને ગુજરાત ગેસ કંપની દ્વારા જે એમજીઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવેલ હતો તે નિર્ણયનો વિરોધ સિરામિક ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવ્યો હતો અને ઉદ્યોગકારોએ એમજીઓ કરાર કરીને જે રીતે ગેસ સપ્લાય કરવામાં આવે તે મુજબની રજૂઆત કરી હતી અને આ મુદે ગાંધીનગર મંત્રી બ્રિજેશભાઇ મેરજા તેમજ સાંસદ મોહનભાઇ કુંડારિયા સાથે ફોન ઉપર વાત કરી હતી અને ત્યાર બાદ ગુજરાત ગેસ કંપની હાલમાં તેનો નિર્ણય પડતો મૂકીને રાબેતા મુજબ જ ગેસ સિરામિક ઉદ્યોગમાં એમજીઓ કરીને આપવાની ખાતરી આપેલ છે જેથી કરીને ઉદ્યોગકારોના હર્ષની લાગણી છે
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીના સિરામિક ઉદ્યોગકારોને એમજીઓ કરાર કરે તો 58.89 રૂપિયાના ભાવથી ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ સપ્લાય કરવામાં આવે છે અને જો તે નોન એમજીઓ હોય તો તે જ ગેસ 62.75 રૂપિયાના ભાવથી ઉદ્યોગકારોને મળે તેવી શક્યતા છે અને તેના ઉપર 6 ટકા ટેક્સ લાગતો હોવાથી સિરામિક ઉદ્યોગકારો ઉપર સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે લગભગ સાડા ત્રણ રૂપિયાનો ભાવ વધારો કરવાની તૈયારી કરવામાં આવી હતી જો કે, ગુજરાત ગેસ કંપની દ્વારા આ રીતે અચાનક જ એમજીઓ કરારને બંધ કરવાનો નિર્ણય લીધો હતો જેનો સિરામિક ઉદ્યોગકારોએ સંયુક્ત રીતે વિરોધ કરતાં હાલમાં સંઘ શક્તિનો વિજય થયો છે
