અવિરત ચિંતા: મોરબીમાં આજે બે વર્ષની બાળકી સહિત નવા ત્રણ કોરોનાના પોઝિટિવ કેસ
SHARE









અવિરત ચિંતા: મોરબીમાં આજે બે વર્ષની બાળકી સહિત નવા ત્રણ કોરોનાના પોઝિટિવ કેસ
મોરબી જીલ્લામાં મંગળવારથી કોરોના પોઝિટિવ કેસ સામે આવવા લાગ્યા છે અને ગઇકાલ સુધીમાં નવ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા અને આજે પણ ટેસ્ટિંગમાટે સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાથી બે વર્ષની બાળકી સહિત કુલ મળીને નવા ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવયુગ વિદ્યાલયમાં ભણતા સાત વિદ્યાર્થીઓ સહિત જીલ્લામાં છેલ્લા બે દિવસમાં કુલ મળીને નવ કોરોના પોઝિટિવ આવેલ છે જે દર્દીઓની સારવાર ચાલુ કરી દેવામાં આવી છે અને કોરોના પોઝિટિવ આવેલ લોકોના સંપર્કમાં આવેલા લોકોના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવેલ છે ત્યાર બાદ મોરબી જીલ્લામાં કોરોનાના ટેસ્ટિંગ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાં વધુ ત્રણ કેસ સામે આવેલ છે જેમાં મોરબી શહેરી વિસ્તારમાં ૪૭ વર્ષની એક મહિલા તેમજ મોરબી ગ્રામ્ય વિસ્તારના ૫૩ વર્ષની એક મહિલા અને બે વર્ષની બાળકીનો કોરોના પોઝીટીવ આવેલ છે અને આજે જે ત્રણ નવા કેસ આવેલ છે તેમાં બાળકી સિવાયના બંને પોઝીટીવ દર્દીઓએ વેક્સિનના બંને ડોઝ લીધેલ છે.
