હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના આંબેડકરનગરમાં બે યુવાન પર પાઇપ - છરીથી હુમલો


SHARE





વાંકાનેરના આંબેડકરનગરમાં બે યુવાન પર પાઇપ - છરીથી હુમલો


હુમલામાં રાજેશભાઈ પરમારને વધુ ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા

વાંકાનેરના આંબેડકરનગરમાં બે યુવાન પર પાઇપ-છરીથી હુમલો કરાયો હતો. હુમલામાં રાજેશભાઈ પરમારને વધુ ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

મળતી માહિતી મુજબ, વાંકાનેરના આંબેડકર નગર શેરી નંબર-૪ માં રહેતા રાજેશભાઈ કેશુભાઈ પરમાર (ઉંમર વર્ષ ૪૦) ગઈકાલે રાત્રે નવેક વાગ્યાં આસપાસ પોતાના ઘર પાસે હતા.ત્યારે કરણ અને સાહિલ તેમજ તેમની સાથેના અજાણ્યા માણસોએ પાઇપ અને છરી વડે હુમલો કરતા રાજેશને માથે અને શરીરે ઈજા થતાં વાંકાનેરની સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતા.
રાજેશભાઈ અને પરિવારજનોએ જણાવ્યા મુજબ, રાજેશભાઈ ગઈકાલે જોડીયા ગયા હતા.ત્યાંથી તેમના ભાઈના સાળા રોહિત ગીરીશભાઈ ચાવડા(ઉંમર વર્ષ ૨૫) સાથે પરત બાઈક ઉપર બેસીને વાંકાનેર આવ્યા હતા.ઘરે પહોંચતા સામેવાળા લોકોએ હુમલો કરી દીધો હતો.
પહેલા બાઈક સાથે બાઈક અથડાવ્યું હતું.જૂની કોઈ માથાકૂટમાં હુમલો થયાનું અનુમાન છે.રાજેશભાઈ બે ભાઈ અને ત્રણ બેનમાં નાના છે. તેને સંતાનમાં એક પુત્ર છે.સાત મહિનાથી બીમાર હોવાથી તેઓ હાલ કોઈ કામ ધંધો કરતા નથી. વાંકાનેર સિટી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.




Latest News