વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વધુ બે વિદ્યાર્થી સહિત ચારને કોરોના પોઝિટિવ


SHARE







મોરબી જિલ્લામાં વધુ બે વિદ્યાર્થી સહિત ચારને કોરોના પોઝિટિવ

 

મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે અને સૌપ્રથમ મોરબી રોડ ઉપર આવેલ નવયુગ વિદ્યાલયમાં વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવ્યો હતો અને ધીમેધીમે કરતા કોરોનાના 12 એકટીવ કેસ થયા હતા અને આજે મોરબી જિલ્લાની અંદર બે વિદ્યાર્થી સહિત વધુ ચાર કેસ સામે આવ્યા હોવાનું મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું છે 

ટંકારા તાલુકાની નાલંદા વિધાલયમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી 16 વર્ષની વિદ્યાર્થીની, નવયુગ વિધાલયમાં પોઝીટીવ આવેલના સંપર્કમાં આવેલ વધુ એક વિદ્યાર્થીને કોરોનો પોઝીટીવ આવેલ છે તેમજ ગઈકાલે જાહેર કરેલ મોરબી ગ્રામ્ય વિસ્તારના 53 વર્ષના મહિલાને કોરોના આવેલ હતો તેના પતિ ઉંમર વર્ષ 54નો આજ રોજ રિપોર્ટ પોઝીટીવ આવેલ છે અને મોરબી શહેર વિસ્તારમાં 22 વર્ષના અન્ય એક યુવાન નો કોરોના રિપોર્ટ આજ રોજ પોઝિટિવ આવેલ છે.આમ આજ રોજ મોરબી જીલ્લામાં કોરોનાના કુલ 4 કેસો નોંધાયેલ છે. અને મોરબીની નાલંદા વિદ્યાલયની અંદર કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો હોવાથી ત્યાંથી 130 જેટલા વિદ્યાર્થીઓના આજે કોરોનાના ટોસ્ટીંગ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવતી કાલે આવશે




Latest News