મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર
Breaking news
Morbi Today

મોરબીમાં લાંચ પ્રકરણમાં ઝડપાયેલા વચેટીયા વકીલની જામીન અરજી રદ


SHARE













મોરબીમાં લાંચ પ્રકરણમાં ઝડપાયેલા વચેટીયા વકીલની જામીન અરજી રદ

મોરબીના લાલબાગમાં આવેલ પ્રાંત અધિકારીની કચેરીમાં ફજવતા કલાર્કે રૂા.૭૫ હજારની લાંચ માંગી હતી જેથી કરીને અરજદારે અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીની ટ્રેપમાં કલાર્ક વતી લાંચ લેતા વચેટિયા વકીલ સહિત બેની પોલીસે ધરપકડ કરી હતી અને રિમાન્ડ પણ લીધા હતા બાદમાં લાંચ પ્રકરણમાં ઝડપાયેલા વચેટીયા વકીલની જામીન અરજી મૂકવામાં આવી હતી જેને રદ કરવામાં આવી છે

અમદાવાદ એસીબીની ટીમે મળેલ ફરીયાદના આધારે મોરબીના પ્રાંત અધિકારીની કચેરીના ક્લાર્ક તરીકે ફરજ બજાવતા નિર્મલ જીલુભાઇ ખુંગલાએ ફડસર ગામે રસ્તો ખુલ્લો કરાવવા માટે જેતે અરજદારની પાસેથી એક લાખ રૂપિયાની માંગણી કરી હતી અને બાદમાં ૭૫ હજારનું નક્કી થયું હતું જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય અમદાવાદ એસીબીમાં ફરીયાદ કરી હતી જેથી ટીંબડી ગામના પાટિયા પાસેની અશ્વમેઘ હોટલની સામે પ્રમુખ પ્લાઝા દુકાન નંબર ૧,,૩ ની પાસે કમ્પાઉન્ડમાં નિર્મલ જીલુભાઇ ખુંગલા અને વકીલ ધર્મેન્દ્રભાઇ નરભેરામ બારેજીયા આવ્યા હતા ત્યારે કલાર્ક વતી તેના વચેટિયા ધર્મેન્દ્રભાઇ નરભેરામ બારેજીયાએ લાંચની રકમ સ્વીકારી હતી જેથી એસીબીએ રંગે હાથ ઝડપી લીધા હતા અને બાદમાં તેના રિમાન્ડ પણ લીધા હતા અને હાલમાં મોરબીની કોર્ટના જજ ડી.જે. ઓઝા સમક્ષ વચેટિયા વકીલ ધર્મેન્દ્રભાઇ નરભેરામ બારેજીયાની જામીન અરજી મૂકવામાં આવી હતી જેને રદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે






Latest News