વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના જુના ઘુટુ રોડે કૂવામાથી કોહવાયેલ હાલતમાં યુવાનની લાશ મળી


SHARE







મોરબીના જુના ઘુટુ રોડે કૂવામાથી કોહવાયેલ હાલતમાં યુવાનની લાશ મળી

 મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરીકામ કરતા યુવાનની લાશ કારખાના નજીક આવેલ કુવામાંથી મળી આવી છે અને લાશ કોહવાઈ ગયેલ હોવાથી તેને પીએમ માટે ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના જુના ઘુટુ રોડ પર આવેલ સનવર્ડ સિરામિકની અંદર રહેતા અને ત્યાં મજૂરી કામ કરતાં ટિંકુંકુમાર સુલખાન (૨૯) નામના  યુવાનની ડેડબોડી કારખાનાની સામેના ભાગમાં આવેલ કૂવામાથી કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવી હતી જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી કાઢીને પી.એમ. માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુમાં તપાસનીશ પાસેથી જાણવા મળ્યું હતું કે, કોઈ કારણોસર યુવાન કૂવામાં પડી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નિપજ્યું છે.

બાઇક ચોરી 

મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા ખાનાભાઈ મગનભાઈ મકવાણાએ હાલમાં બાઈક ચોરીની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબી મહેન્દ્રનગર ગામ પાસે હળવદ હાઈવે રોડ પર આવેલ રામપાર્ક-૨ સોસાયટીમાં ચિરાગભાઈ જેન્તીભાઈ મકવાણાના મકાનના ગેટ પાસે તેણે પોતાનું બાઇક નંબર જીજે ૧૩ એએલ ૨૭૪૪ પાર્ક કરીને મૂક્યું હતું જે ૩૦,૦૦૦ રૂપિયાની કિંમતનું બાઇક કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને પોલીસે બાઈક ચોરીની ફરિયાદ લઈને આગળ મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News