મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવતીને ભોળવીને દુષ્કર્મ આચારનાર વિધર્મી શખ્સની પોલીસે કરી ધરપકડ


SHARE







મોરબીમાં યુવતીને ભોળવીને દુષ્કર્મ આચારનાર વિધર્મી શખ્સની પોલીસે કરી ધરપકડ 

મોરબીના દરબારગઢ વિસ્તારમાં રહેતા પરિવારની યુવતીને ભોળવીને તેણી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યા બાદ 'સંબંધચાલુ રાખવા અને પોતાની સાથે લગ્ન કરી લેવા વિધર્મી ઇસમ દ્રારા ધાક ધમકી આપીને યુવતી તથા તેની બહેનને ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હતી જેથી ભોગ બનેલી યુવતીએ ડર્યા વગર હિંમતપુર્વક વિધર્મી શખ્સ સામે મોરબી સીટી એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે. 

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના દરબારગઢ વિસ્તારમાં રહેતા પરિવારની યુવતીને લલચાવી ફોસલાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ પણ પોતાની સાથે 'સંબંધચાલુ રાખવા માટે અને પોતાની સાથે લગ્ન કરી લેવા માટે દબાણ કરીને ગાળો આપી ધાક ધમકી આપવામાં આવતી હોય ભોગ બનેલી યુવતીએ હિંમતભેર મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે સાહિલ ઈકબાલભાઇ ખાન રહે.વીસીપરા કુલીનગર મોરબી નામના વિધર્મી ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે કલમ ૩૭૬ (બળાત્કાર)૫૦૪ અને ૫૦૬(૨) મુજબ ગુનો નોંધ્યો હતો જેની તપાસ પીએસઆઈ એચ.જે.ચાવડા કરી રહ્યા હતા અને હાલમાં આરોપી સાહિલ ઈકબાલખાન પઠાણ (૨૨) રહે.વીસીપરા કુલીનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે.






Latest News