મોરબીના હરીપર (કે) રોડ ઉપર ઔદ્યોગિક એકમોએ વરસાદી પાણીનો નિકાલ બંધ કરતાં ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા આંદોલન વેગવંતુ: મોરબી જિલ્લાના વધુ 15 જેટલા ગામોમાં ભાજપના ઉમેદવારની પ્રવેશબંધીના બેનર લાગ્યા વાંકાનેરના રાતીદેવરી ગામે દુકાને કરિયાણું લેવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત 5 લોકોએ ધોકા-પાઇપથી માર માર્યો વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના જુના ઘુટુ રોડે કૂવામાથી કોહવાયેલ હાલતમાં યુવાનની લાશ મળી


SHARE







મોરબીના જુના ઘુટુ રોડે કૂવામાથી કોહવાયેલ હાલતમાં યુવાનની લાશ મળી

 મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરીકામ કરતા યુવાનની લાશ કારખાના નજીક આવેલ કુવામાંથી મળી આવી છે અને લાશ કોહવાઈ ગયેલ હોવાથી તેને પીએમ માટે ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના જુના ઘુટુ રોડ પર આવેલ સનવર્ડ સિરામિકની અંદર રહેતા અને ત્યાં મજૂરી કામ કરતાં ટિંકુંકુમાર સુલખાન (૨૯) નામના  યુવાનની ડેડબોડી કારખાનાની સામેના ભાગમાં આવેલ કૂવામાથી કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવી હતી જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી કાઢીને પી.એમ. માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુમાં તપાસનીશ પાસેથી જાણવા મળ્યું હતું કે, કોઈ કારણોસર યુવાન કૂવામાં પડી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નિપજ્યું છે.

બાઇક ચોરી 

મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા ખાનાભાઈ મગનભાઈ મકવાણાએ હાલમાં બાઈક ચોરીની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબી મહેન્દ્રનગર ગામ પાસે હળવદ હાઈવે રોડ પર આવેલ રામપાર્ક-૨ સોસાયટીમાં ચિરાગભાઈ જેન્તીભાઈ મકવાણાના મકાનના ગેટ પાસે તેણે પોતાનું બાઇક નંબર જીજે ૧૩ એલ ૨૭૪૪ પાર્ક કરીને મૂક્યું હતું જે ૩૦,૦૦૦ રૂપિયાની કિંમતનું બાઇક કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને પોલીસે બાઈક ચોરીની ફરિયાદ લઈને આગળ મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News