મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે રહેતા વૃદ્ધાને મરવા મજબુર કરવાના કેસમાં ૩ મહિલા સામે કાર્યવાહી, ૩ ને શોધવા કવાયત


SHARE









મોરબીના વાવડી રોડે રહેતા વૃદ્ધાને મરવા મજબુર કરવાના કેસમાં ૩ મહિલા સામે કાર્યવાહી, ૩ ને શોધવા કવાયત

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્કમાં રહેતી મહિલા ઉપર પ્રેમ સંબંધનો ખોટો શંકા-વહેમ રાખીને પાંચ મહિલા સહિત કુલ છ વ્યક્તિઓ તેણીના ઘરે સ્કોર્પિયોમાં આવ્યા હતા અને ધોકા લઈને મહિલાના ઘરમાં ઘૂસ્યા હતા. ત્યાં મહિલાને તેની માતા અને પતિની હાજરીમાં ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.તેમજ મહિલાને ફોન કરીને મકાન ખાલી કરી દેવા માટે ધમકીઓ આપી હતી.જેથી તે મહિલાની માતાએ હેરાનગતિ અને ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હતો.આ બનાવ સંદર્ભે તે મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનામાં સંડોવાયેલ ત્રણ મહીલાઓ સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્ક એવન સિલેક્શન વાળી શેરીમાં રહેતા મદીનાબેન આદિનભાઈ બ્લોચ (૨૭) એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નજમા સલીમભાઈ માણેક, સાસુ અને નણંદ જીલીબેન રહે. ત્રણેય શુભ સોસાયટી વાવડી રોડ મોરબી, નજમાબેનની બહેન નુરબાઈ, દેરાણી ભુરીબેન અને દિયર વલિયો દાઉદભાઈ રહે.ત્રણેય વીસીપરા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપી નજમાબેનના પતિ સલીમભાઈને ફરિયાદી સાથે પ્રેમ સંબંધનો ખોટો શંકા વહેમ રાખીને તમામ આરપીઓ સ્કોર્પિયો ગાડી લઈને ફરિયાદીના ઘરે આવ્યા હતા અને નજમાબેન નૂરબાનું, જીલીબેન અને ભૂરીબેન હાથમાં ધોકા લઈને ફરિયાદીના ઘરમાં ઘૂસી ગયા હતા અને ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી હતી અને ફરિયાદીના માતા અને પતિની હાજરીમાં ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફરિયાદી અને તેની માતાને મુંઢ માર મારીને ઇજાઓ કરી હતી તેમજ નજમાબેને ફરિયાદીને ફોન કરીને ફરિયાદીના માતાને મકાન ખાલી કરી દેવાની અને ફરિયાદી તથા તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આરોપીઓની ધમકીઓ અને હેરાનગતિથી કંટાળી જઈને ફરિયાદીના માતાએ આપઘાત કર્યો હતો.

હાલમાં આ બનાવની તપાસ ચલાવી રહેલા એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એન.આર.વાણીયા તેમજ રાઇટર દિપકભાઇ બારોટ દ્વારા વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણા કરવાના ઉપરોક્ત ગુનામાં નુરબાનુબેન અબ્બાસભાઇ જામ (૪૪) રહે.મદીના સોસાયટી વીસીપરા મોરબી, જલુબેન ઉર્ફે જીલીબેન ગુલામહુશેન માલાણી (૫૯) રહે.શુભ સોસાયટી વાવડી રોડ મોરબી તેમજ ઝરીનાબેન આગોતરા જામાન સાથે રજૂ થતા તેઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી જામીન મુકત કરવામાં આવ્યા હતા.અને બાકીના નઝમાબેન, ભુરીબેન તેમજ વલીયો નામના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલુ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

આરોપી જેલ હવાલે

મોરબીના તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ટીંબડી ગામ નજીક સામસામે ફાયરિંગનો બનાવ બન્યો હતો.જેમાં સામસામે આર્મ્સ એકટ, જાનથી મારી નાખવાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુના નોંધાયા હતા.તે બનાવમાં અગાઉ આરોપીઓની ધરપકડ પણ થયેલી હતી અને દરમિયાનમાં તાલુકા પોલીસ મથકના પીઆઇ ઘેટીયા દ્વારા તે બનાવમાં સંડોવાયેલ સમીર સાઉદીન જેડા મિંયાણા (૩૨) રહે.ખીરઇ તા.માળીયા મિંયાણા જી.મોરબીને ઝડપી પાડવામાં આવ્યો હતો.અને કોર્ટમાં રજૂ કરતા સમીર જેડાને જેલ હવાલે કરાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મારામારીમાં ઈજા

વાંકાનેરના દિગ્વિજયનગર વિસ્તારમાં રહેતા ચંદ્રિકાબા અનિરૂદ્ધસિંહ ઝાલા નામના ૪૨ વર્ષીય મહિલાને કોઇ કારણસર મારામારીના બનાવમાં ઇજા થયેલ હોય તેમને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની સ્થાનિક પોલીસએ તપાસ કરીને વાંકાનેર પોલીસને જાણ કરી હતી.જ્યારે હળવદના ચરાડવા પાસે આવેલ સોમનાથ જીનના ક્વાટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની રમીલાબેન દિનેશભાઈ વસાવા નામની ૩૫ વર્ષીય મહિલા કોઈ કારણસર વાસણ ધોવાનું લિક્વિડ પી ગયેલા હોય તેમને અહિંની સિલિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ રાજકોટ હાઇવે ઉપર આવેલા ટંકારા તાલુકાના લજાઇ ગામે રહેતા પ્રવીણભાઈ લાલજીભાઈ રાજવર નામનો યુવાન બાઈક લઈને જતો હતો તે સમયે તેનું બાઇક એટોપ કારખાના પાસે અન્ય બાઈક સાથે અથડાતા ઇજાગ્રસ્ત થયેલા પ્રવીણભાઈને ૧૦૮ વડે અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસસુત્રો જણાવેલ છે.




Latest News