મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

હેરોઇન ડ્રગ્સનો જથ્થો લેવા ૨૯ લાખનું આંગળિયું લેવા માટે કોણ ગયું હતું ?


SHARE













મોરબીના ઝીંઝુડા ગામે ૬૦૦ કરોડઉ ડ્રગ્સ લઈને આવેલા મુખ્ય સૂત્રધારના દીકરાની જામીન અરજી રદ

મોરબીના ઝીંઝુડા ગામેથી ડ્રગ્સનો ૧૧૮ કિલોથી વધુ જથ્થો ઝડપાયો હતો અને માલ સાથે ત્રણ શખ્સને પકડવા આવ્યા હતા બાદમાં બીજા ચાર શખ્સોને પકડાયા હતા જેમાં મુખ્ય સૂત્રધારના દીકરાનો પણ સમાવેશ થતો હતો અને તેને જામીન માટે મોરબીની કોર્ટમાં અરજી કરી હતી જેને રદ કરવામાં આવેલ છે

મોરબી જિલ્લાના ઝીંઝુડામાં એટીએસની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને સમસુદ્દીન સૈયદ પીરજાદા નામના શખ્સના ઘરમાંથી હેરોઇનના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે મુખ્તાર હુસૈનઝીંઝુડાના સમસુદ્દીન હુસૈનમિયાં પીરજાદા અને સલાયાના ગુલામ હુસૈન ઉમર ભગાડનો સમાવેશ થતો હતો અને પછી એટીએસની ટીમે આ ગુનામાં મુખ્ય સૂત્રધારના દીકરા હુસેન ઈસાભાઈ રાવને પકડવામાં આવ્યો હતો જે આરોપીએ જામીન માટે મોરબીની કોર્ટમાં અરજી કરી હતી જેમાં સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે જામીન અરજીને રદ કરેલ છે વધુમાં સરકારી વકીલ વિજયભાઈ જાનીએ જણાવ્યુ છે કે, નયજેરિયાન આરોપી માયકલે આંગળિયા મારફતે પોરબંદર ૨૯ લાખ રૂપિયા મોકલવ્ય હતા અને ત્યાથી તે આંગળિયું રાજકોટ આવ્યું હતું જે રૂપિયા લેવા માટે આરોપી હુસેન ઈસાભાઈ રાવ ગયો હતો અને જામખંભાળિયાથી જે હેરોઇનનો જથ્થો ઝીંઝુડામાં આવ્યો હતો ત્યારે પણ હુસેન ઈસાભાઈ રાવ સાથે હતો જે બાબતને ધ્યાને લઈને તેની જામીન અરજીને રદ કરવામાં આવેલ છે




Latest News