સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજની રવિવારે યોજાનાર ચુંટણી હાલ મૌકુફ
મોરબીના મહેન્દ્રનગર ગામે આજે વહેલી સવારે પોતાના જ ઘરમાં માતા-દીકરીએ જાત જલાવી: દીકરી ગંભીર
SHARE









મોરબીના મહેન્દ્રનગર ગામે આજે વહેલી સવારે પોતાના જ ઘરમાં માતા-દીકરીએ જાત જલાવી: દીકરી ગંભીર
મોરબી નજીક મહેન્દ્રનગર ગામે આજે વહેલી સવારે માતા અને પુત્રીએ પોતાના ઘરની અંદર કેરોસીન છાંટીને વાત જાત જલાવી હતી જેથી બંને ગંભીર રીતે દાઝી ગયા હોવાથી પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ ગયા હતા જોકે, મોરબી સિવિલ હોસ્પિટલમાં બર્ન્સ વિભાગ ન હોવાથી તેઓને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે અને આ બનાવમાં દીકરી વધુ દાઝી ગઇ હોવાથી તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ માળીયા તાલુકાના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા ધીરુભાઈ કવૈયા જાતે લુહારના પત્ની રેખાબેન (૪૫) અને દીકરી બંસી (૨૨) એ આજે વહેલી સવારે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને જાત જલાવી લીધી હતી જેથી કરીને બંને ગંભીર રીતે દાઝી ગયા હતા અને સળગતી હાલતમાં ઘરની બહાર નીકળીને બચાવો બચાવોની બૂમો પાડતા આસપાસમાં રહેતા લોકો વહેલી સવારે પાંચ વાગ્યે પોતાના ઘરની બહાર નીકળ્યા હતા ત્યારે રેખાબેન અને બંસીબેન શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા માટે ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી અને ૧૦૮ સ્થળ ઉપર આવતા બંનેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા
જોકે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં બર્ન્સ વિભાગ ન હોવાથી બંનેને મોરબીથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને આ બનાવમાં લોકો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે બંસીબેન વધુ ગંભીર રીતે દાઝી ગયેલ છે અને તેની માતા રેખાબેન ધીરુભાઈ લુહાર પણ દાઝી ગયા હોય તેની પણ સારવાર રાજકોટ ખાતે ચાલી રહી છે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે ધીરુભાઈ કવૈયા મોરબીના સિરામિક યુનિટમાં મજુરી કામ કરી રહ્યા છે અને તેઓના પત્નીને માનસિક તકલીફ હોય તેઓએ કોઈ કારણોસર આજે વહેલી સવારે પોતાના શરીર ઉપર અને તેની દીકરીના શરીર ઉપર કેરોસીન છાંટીને જાત જલાવી હતી જેથી કરીને બંનેને ગંભીર રીતે દાઝી ગયા છે આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
