મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે ઘરના ટાંકમાં પડી ગયેલ આધેડ મહિલાનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE









મોરબીના બગથળા ગામે ઘરના ટાંકમાં પડી ગયેલ આધેડ મહિલાનું પાણીમાં ડૂબી જવાથી મોત

મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા આધેડ મહિલા કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર પાણીના ટાંકામાં અકસ્માતે પડી ગયા હતા જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા લીલાવતીબેન મગનભાઈ સાણંદિયા (55) નામના મહિલા ગઈકાલે પોતે પોતાના ઘરે હતા ત્યારે બપોરના 12:30 વાગ્યાના અરસામાં તેઓ પોતે પોતાના ઘરની અંદર આવેલ પાણીના ટાંકામાં અકસ્માતે પડી ગયા હતા જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી 

બાળકી સારવારમાં

સુરજબારી ખાતે રહેતી નસીમ અબ્દુલભાઈ સાઇચા (6) નામની બાળકીને સાપ કરડી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને  સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

ફિનાઇલ પી જતાં સારવારમાં

માળીયા તાલુકાના નાનાભેલા ગામે રહેતા રાહુલ રમેશભાઈ ચાવડા (23) નામના યુવાને કોઇપણ કારણોસર પોતાના ઘરે હતો ત્યારે ફિનાઇલ પી લીધું હતુ જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

યુવાન સારવારમાં

માળીયા મીયાણામાં રહેતા ઉસ્માન સલેમાનભાઈ જામ (35) નામનો યુવાન કોઈપણ કારણોસર પડી ગયો હતો જેથી તેને શરીરે ઇજાઓ થઇ હોવાથી ઈજાગ્રસ્ત યુવાનને માળિયા અને ત્યાર બાદ મોરબી  સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News