વાંકાનેર પાસે ચોરાઉ સી.એન.જી. રિક્ષા સાથે શખ્સ ઝબ્બે મોરબીના નગર દરવાજા ચોક પાસે ઈકો ગાડીના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત મોરબીના બગથળા ગામે ઘરના ટાંકમાં પડી ગયેલ આધેડ મહિલાનું પાણીમાં ડૂબી જવાથી મોત માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત માળીયા (મી)ની રાખોડિયા વાંઢ નજીકથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ પકડાયો મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે સ્કોર્પિયોના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ગંભીર ઇજા નર્મદાની માળિયા બ્રાન્ચ કેનાલ કરી કટ !: માળિયા (મી) તાલુકાના ખેડૂતોને સિંચાઈના પાણીની ઝંખના, ઉપરવાસમાં પાણીનો બેફામ બગાડ, તંત્ર મૌન ? મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીના નગર દરવાજા ચોક પાસે ઈકો ગાડીના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત


SHARE











મોરબીના નગર દરવાજા ચોક પાસે ઈકો ગાડીના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત

મોરબીમાં આજે વહેલી સવારે નગર દરવાજે ચોક પાસે શાક માર્કેટની પાછળના ભાગમાં મહિલા શાક બકાલુ લેવા માટે જઈ રહી હતી દરમિયાન ઇકો ગાડીના ચાલકે તે મહિલાને હડફેટ લીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો. જે બનાવમાં મહિલાને ગંભીર ઇજા થઈ હોવાથી તે મહિલાનું મોત નિપજ્યું હતું અને ઈકો ગાડીનો ચાલક તેનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો આ બનાવમાં મૃત્યુ પામેલ મહિલાના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈ ગયા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે મૃતક મહિલાના પરિવારની ફરિયાદ લેવા માટે તેને તજવીજ હાથ ધરી છે.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં માળિયા ફાટક ચોકડી નજીક આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા લાભુબેન કાંતિભાઈ બારૈયા (ઉ.વ.૪૫) રહે.ઈન્દીરાનગર માળીયા ફાટક પાસે સામાકાંઠે મોરબી-૨ મુળ રહે. ત્રાજપર સામાકાંઠે મોરબી-૨ નામના મહિલા શાક બકાલુ લેવા માટે તેને વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં મોરબીમાં નગર દરવાજા ચોક પાસે શાક માર્કેટની પાછળના ભાગમાં આવ્યા હતા અને ત્યાંથી તેઓ પસાર થઈ રહ્યા હતા દરમિયાન ઈકો ગાડી નંબર જીજે ૩૬ એએલ ૧૦૩૬ ના ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને કાર તથા લારી વચ્ચે મહિલા દબાઈ ગઈ હોવાના કારણે લાભુબેનને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માતના બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી અને અકસ્માત સર્જીને ઈકો ગાડીનો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો છે જોકે, અકસ્માતના આ બનાવમાં મૃત્યુ પામેલ મહિલા તેઓના વિસ્તારમાં શાક બકાલુ વેચીને ઘરનું ગુજરાન ચલાવતા હતા અને તે મહિલાનું મોત નીપજતા તેના ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવેલ છે હાલમાં અકસ્માતના બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા મૃતક મહિલાના પરિવારજનની ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.અકસ્માત શા માટે બન્યો કારની બ્રેક ફેઈલ હતી? કાર ચાલક નશામાં હતો ? કે બીજી કોઈ વાત છે તે દિશામાં એ ડીવીઝન પોલીસ મથકના કે.કે.ટુકડીયાએ આગળની તપાસ હાથ ધરેલ છે.

વાહન અકસ્માતે ઈજા
 મોરબીના સામાકાંઠે સો ઓરડીમાં રહેતી માહીબેન અશોકભાઈ ગૌસ્વામી નામની ૨૦ વર્ષીય યુવતી સ્કુટર લઈને જતી હતી ત્યારે સો ઓરડીના નાકા પાસે અન્ય મોટર સાયકલ સાથે અથડાતા સારવારમાં સીવીલે ખસેડાઈ હતી. જયારે મોરબીના લીલાપર રોડ ખાતે રહેતા નવઘણ દેવજીભાઈ સાંતલપરા (૩૫) નામના યુવાને કોઈ કારણોસર એસીડ પી લેતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.પી. ઝાલાએ કારણ અંગે તપાસ હાથ ધરી હતી. તેમજ ભડીયાદ ખાતે રહેતા મહેશભાઈ દેવજીભાઈ વણોદ (૨૮)ને અકસ્માતે ઈજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો બાઈક બંધ પડી જતા છકડો રીક્ષા પાછળ બાંધીને જતા સમયે લીવર દેવાઈ જતા બનેલ બનાવમાં તેને ઈજા પહોંચી હોવાનું પોલીસે જણાવેલ છે.

મારામારીમાં ઈજા
 મોરબી સામાકાંઠે શોભેશ્ર્વર રોડે રહેતા સોનુભાઈ સલીમભાઈ મન્સુરી (૨૬) ને ઘરે કોઈએ ઝઘડો કરી ગળે ટુંપો આપીને માર માર્યો હોય તેને સિવિલે ખસેડાયો હતો. જયારે ત્યાં જ રહેતા રાજેશભાઈ જીવાભાઈ સોલંકી (35) નામના યુવાનને સોનુ નામના માણસે પગમાં બટકુ ભરી લેતા રાજેશભાઈને સારવાર માટે સિવિલે લઈ જવાયો હતો. તો મોરબી તાલુકાના ખેવારીયા ગામે ઘરે થયેલ મારામારીમાં ઈજા પામેલા હાર્દિક દિપકભાઈ પરમાર (19)ને સારવાર માટે લઈ જવાયો હતો.

યુવાન સારવારમાં
 ટંકારાના મેઘપર (ઝાલા) ગામના ગેલુભાઈ પ્રકાશભાઈ મેડા (૨૫) ને માળીયા હાઈવે ઉપરના લક્ષ્મીનગર પાસે બાઈક લઈને જતા સમયે અજાણ્યા વાહન સાથે અથડામણ થતા ગેલુભાઈને 108 વડે અત્રેની સિવિલે લાવવામાં આવતા તાલુકા પોલીસ મથકના ફીરોજભાઈ સુમરાએ નોંધ કરી તપાસ કરી હતી






Latest News