વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી


SHARE









ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી

મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની સામે વળતર માટે થઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે અને આમરણાંત આંદોલનના ચોથા દિવસે રાત્રે હકાભા ગઢવીના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર મોરબી જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લામાંથી પણ ઘણા બધા ખેડૂતો આવ્યા હતા અને વિશાળ સંખ્યામાં ખેડૂતોની હાજરીમાં યોજાયેલ લોકડાયરાના મંચ ઉપરથી “ખેડૂતોની માંગણીઓ પૂરી કરો કેમકે હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે તેવી હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ સરકારને વિનંતી કરી હતી.


મોરબી તાલુકાના જેતપર ગામે ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી ખાનગી વીજ કંપની સામે પૂરતા વળતર માટે થઈને લડત ચલાવવામાં આવી રહી છે અને છેલ્લા ચાર દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે આજે આમરણાંત આંદોલનનો પાંચમો દિવસ છે અને ચોથા દિવસે રાત્રે ઉપવાસી છાવણી ખાતે હાસ્ય કલાકાર હકાભા ગઢવી સહિતના કલાકારોનો લોક ડાયરો યોજાયો હતો જેમાં ન માત્ર મોરબી તાલુકો કે જિલ્લો પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા અને આ લોક ડાયરા દરમિયાન હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ ડાયરાના મંચ ઉપરથી સરકારને વિનંતી કરતા કહ્યું હતું કે “ખેડૂતોની જે માંગણી છે તે પૂરી કરો કેમકે હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે, આજની તારીખે એક એક ખેડૂત ઉપર ઓછામાં ઓછું પાંચ-પાંચ લાખ રૂપિયાનું દેણું છે” હાલમાં ખેડૂતો પોતાના હક માટે થઈને લડાઈ કરી રહ્યા છે ત્યારે ખેડૂતોને મદદરૂપ થવાની ભાવના સાથે તેઓ એક પણ રૂપિયો લીધા વગર આ લોક ડાયરામાં આવ્યા છે તેવી પણ વાત તેઓએ કરી હતી.

વધુમાં તેઓએ કહ્યું હતુ કે, ચાર મહિના પહેલા હકાભા ગઢવીને ખેડૂતો માટે લોક ડાયરો કરો તો જે ચાર્જ લેતા હોય તેનો બમણો આપવાની ચેલેન્જ આપવામાં આવી હતી. પરંતુ જેતપર ગામે યોજાયેલા લોક ડાયરામાં હકાભા ગઢવીએ એક પણ રૂપિયો લીધા વગર આવીને તે ચેલેન્જને પૂરી છે અને આટલું જ નહીં આ એક કાર્યક્રમ નહીં ખેડૂતોના હિત માટે આવા 50 કાર્યક્રમો કરવાના હોય તો તેના માટે તેઓ એક પણ રૂપિયો લેશે નહીં તેવીઉ જાહેરાત પણ તેઓએ કરી હતી. તેમજ ડાયરામાં હાજર રહેલા ખેડૂતોને તેઓએ કહ્યું હતું કે, હું આપને વચન આપું છું કે “આખી જિંદગી ક્યારે પણ રાજકારણમાં જવાના નથી”

હાલમાં જે આંદોલન જેતપર ગામે ચાલી રહ્યું છે તેની પ્રસંશા કરતાં હકાભા ગઢવીએ કહ્યું હતું કે, આ હક માટેના આંદોલનમાં ખેડૂતો દ્વારા નેતાઓને બાદ રાખવામા આવેલ છે અને ખેડૂતો સ્વયંભૂ રીતે આંદોલન ચલાવી રહ્યા છે જેથી આ આંદોલનને નેતાઓ તમારી દિશાને ભટકાવી શકશે નહીં અને ખેડૂતો એકતા જાળવી રાખશે તો સો ટકા તેઓની માંગણી પણ સરકાર અને કંપનીએ પૂરી કરવી પડશે વધુમાં તેમણે કહ્યું હતું કે એક નહીં એક લાખ અવાજ જ્યારે એક સાથે બોલાવે ત્યારે ભગવાન પણ સાંભળે છે તો સરકાર પણ સાંભળશે અને ખેડૂતોને ન્યાય પણ મળશે તેવી લાગણી તેઓએ લોક ડાયરાના મંચ ઉપરથી વ્યક્ત કરી હતી




Latest News