મોરબીના હરીપર (કે) રોડ ઉપર ઔદ્યોગિક એકમોએ વરસાદી પાણીનો નિકાલ બંધ કરતાં ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા આંદોલન વેગવંતુ: મોરબી જિલ્લાના વધુ 15 જેટલા ગામોમાં ભાજપના ઉમેદવારની પ્રવેશબંધીના બેનર લાગ્યા વાંકાનેરના રાતીદેવરી ગામે દુકાને કરિયાણું લેવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત 5 લોકોએ ધોકા-પાઇપથી માર માર્યો વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે ડેમું ટ્રેન હેઠળ કપાઈ જવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE







મોરબીના રફાળેશ્વર પાસે ડેમું ટ્રેન હેઠળ કપાઈ જવાથી અજાણ્યા યુવાનનું મોત

મોરબીના રફાળેશ્વર ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇન ઉપર ડેમું ટ્રેન હેઠળ કપાઈ જવાથી અજાણ્યા ૩૫ વર્ષના યુવાનનું મૃત્યુ નિપજયું છે જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં હાલમાં પોલીસે બનાવની નોંધ કરીને મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ગત રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં મોરબી-વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેન રફાળેશ્વર ગામ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે ડેમુ ટ્રેનની અડફેટે આવી જવાથી કપાઈ જતા અજાણ્યા ૩૫ વર્ષના યુવાનનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબીના રેલવે સ્ટેશન માસ્તર મનોજકુમાર બિંદેશ્વરપ્રસાદ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ટ્રેન હેઠળ કપાયા જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા ૩૫ વર્ષના યુવાનની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News