મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ફાયરિંગ કરીને યુવાનની હત્યાની કોશિશના ગુનામાં બે આરોપીના શરતી જામીન મંજુર


SHARE









મોરબીમાં ફાયરિંગ કરીને યુવાનની હત્યાની કોશિશના ગુનામાં બે આરોપીના શરતી જામીન મંજુર

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા યુવાનને જે યુવતી સાથે પ્રેમ સંબંધ હતો તેના ઘર પાસે તે આંટા ફેરા કરતો હતો જેથી યુવતીના માતા-પિતા, ભાઈ સહિતના કુલ પાંચ વ્યક્તિઓ દ્વારા યુવાન તેના મિત્રો સાથે બેઠો હતો ત્યારે તેના ઉપર હુમલો કરવામાં આવેલ હતો અને યુવાનને મારી નાખવાના ઇરાદે ફાયરિંગ કર્યું હતું જે ગુનામાં પકડાયેલ આરોપી પૈકી એક મહિલા સહિત બે આરોપીના કોર્ટમાંથી શરતી જામીન મંજૂર કરવામા આવેલ છે.

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રામકુવા વાળી શેરીમાં રહેતા ચિરાગભાઈ રણજીતભાઈ સનુરા (26)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિરંજનભાઈ બિંદ તેના પત્ની મંજુબેન બિંદ, તેનો દીકરો હિમાંશુ, તેનો ભાણેજ ચંદન અને મોહન આમ કુલ પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, આરોપી નિરંજનભાઇ અને મંજુબેનની દીકરી સાથે તેને પ્રેમ સંબંધ હોય તે અવારનવાર તેઓના ઘર પાસે આવજા કરતો હોય જે તેઓને સારું નહીં લાગતા ફરિયાદી તથા સાહેદો ત્રાજપર ગામ પાસે આવેલ ઓરિએંટલ બેન્ક વાળી શેરીમાં બેઠા હતા ત્યારે મંજુબેન અને હિમાંશુ બંને ત્યાં આવ્યા હતા અને ફરિયાદીને ઝાપટો મારીને ગાળો આપી હતી ત્યાર બાદ નિરંજનભાઇ અને તેના બંને ભાણેજ સ્થળ ઉપર આવ્યા હતા અને ફરિયાદી તથા સાહેદોને ગાળો આપીને ઢિકાપાટુનો માર માર્યો હતો તેમજ નિરંજનભાઇએ સાહેદને માથાના ભાગે છુટા પથ્થરના ઘા મારીને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી જ્યારે મોહનએ તેની પાસે રહેલ રીવોલ્વર જેવા હથિયારમાંથી ફરિયાદીને મારી નાખવાના ઇરાદે ફાયરિંગ કર્યું હતું આ ગુનામાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી ત્યાર બાદ આરોપી હીમાંશુ નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નિરંજનભાઈ બીંદની મોરબીના સીનીયર વકીલ દીલીપભાઈ અગેચાણીયા મારફત સેસન્સ કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં વકીલે કરેલ દલીલ અને હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા તેને ધ્યાને રાખીને કોર્ટે બંને આરોપીના શરતી જામીન મંજૂર કર્યા છે આ કેસમાં આરોપી તરફે વકીલ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, રવી ચાવડા, હસમુખ ચાવડા, જયદીપભાઈ મહેતા ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા, જયોતીકા કુરીયા રોકાયેલા હતા.




Latest News