મોરબીના ફડસર ગામેથી ૩૮૦ બોટલ દારૂ સાથે એક પકડાયો, ૧૫ બોટલ સાથે એક પકડાયો ટંકારાના હરબટીયાળી ગામે શાળામાં બાળકોને વાંચન, લેખન અને ગણનમાં વાગલેની દુનિયા તૈયાર મોરબીમાં આવાસના 48 લાભાર્થીઓએ મકાન આપવા તૈયારી મોરબીના સેવાભાવી નિવૃત શિક્ષિકા નિતાબેન પટેલ દ્વારા માધાપરવાડી કન્યા શાળાના પુસ્તકાલયમાં પુસ્તકો માટે દાન અર્પણ મોરબી મહાપાલિકને ફટાકડાના 4 સ્ટોલની હરરાજીથી 2.37 લાખની આવક મોરબીમાં B.A.M.S. DRS એસો. અને વૈદ્યસભા દ્વારા શરદોત્સવ-2026નું આયોજન મોરબી: કુવરબાઈનુ મામેરુ યોજના ખાખરેચીની દીકરી માટે બની આશીર્વાદ મોરબીમાં એક વર્ષના બાળકને સિવિલમાં તાત્કાલિક અને યોગ્ય સારવાર મળતા પરિવાર ચિંતા મુક્તા
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે સરદાર સેનાની આગેવાનીમાં શનિવારે રાતે કિસાન સંમેલન


SHARE









મોરબીના રવાપર ગામે સરદાર સેનાની આગેવાનીમાં શનિવારે રાતે કિસાન સંમેલન

મોરબીના રવાપર ગામે નિલેશ એરવાડિયાની આગેવાની હેઠળ કાલે કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં મોટી સંખ્યામાં ખેડૂતોને જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. અને ખેડૂતોના હક, હિત અને સન્માન માટે શરૂ કરવામાં આવેલ લડાઈમાં સહુ કિશન ભાઈઓ સહકાર આપે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી.

મોરબીના જેતપર ગામે આંદોલન સમિતિ દ્વારા ખાનગી વીજ કંપની સામે આંદોલન કરવામાં આવી રહ્યું છે અને તેમાં પહેલા નિલેશભાઈ એરવાડીયા જોડાયેલા હતા જો કે, એક હકાભા ગઢવી સાથે તેઓનો એક ઓડિયો વાયરલ થયો હતો ત્યારબાદ તેઓ આંદોલન સમિતિ સાથે હાલમાં જોડાયેલ નથી અને નિલેશભાઈ એરવાડીયાએ ગુજરાત સરદાર સેના બનાવેલ છે અને તેની આગેવાની હેઠળ તા 18/7 ને શનિવારના રોજ રવાપર ગામે બહુચર મંદિરની સામેના ભાગમાં આવેલ મેદાનમાં કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક જ્ઞાતિ સમાજના ખેડૂત ભાઈઓને હાજર રહેવા માટે તેઓએ આહ્વાન કર્યું છે અને ખાસ કરીને ખેડૂતોના હક, અધિકારી અને સન્માન માટે આ સરદાર સેના લડી રહી છે ત્યારે મોરબીના રવાપર ગામે યોજનાર કિસાન સંમેલનમાં ખેડૂતોની એક્તા બતાવવા માટે વધુમાં વધુ સંખ્યામાં ખેડૂત ભાઈઓને આ સંમેલનમાં હાજર રહેવા માટે નિલેશેભાઈએ લાગણી વ્યક્ત કરી છે.




Latest News