મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબી નાઇફ વર્કસ નામના કારખાનામાં બાળક પાસે મજૂરી કરાવનારા સંચાલક સામે ગુનો નોંધાયો


SHARE





મોરબી નાઇફ વર્કસ નામના કારખાનામાં બાળક પાસે મજૂરી કરાવનારા સંચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના માધાપર પાસે અંબિકા રોડ ઉપર આવેલ પેઢીમાં શ્રમ અધિકારીની ટીમ પહોંચી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર 14 વર્ષથી નાની ઉંમર ધરાવતા બાળકો પાસે કામ લેવામાં આવતું હોવાનું ધ્યાન કરાવ્યું હતું જેથી કરીને હાલમાં પેઢીના સંચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના માધાપર અંબિકા રોડ ઉપર આવેલ મોરબી નાઈ વર્ક્સ નામની પેઢીમાં સરકારી શ્રમ અધિકારીની ટીમ પહોંચી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 14 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળક પાસે કામ લેવામાં આવતું હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી આ બાબતે સરકારી શ્રમ અધિકારી મિતેશકુમાર પરસોતમભાઈ જોશી દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રઘુવીરસિંહ નવીનચંદ્ર (44) રહે. માધાપર અંબિકા રોડ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેથી પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપીને પકડીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બાઈક ચોરી
હળવદના સુંદરગઢ સૂર્યનગર ખાતે રહેતા કાંતિભાઈ છગનભાઈ પરમાર (54)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના દીકરા રવિભાઈએ હળવદના સરા રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદિરે સામે રાધા મોલના ગેટ પાસે બાઈક નંબર જીજે 36 9964 પાર્ક કરીને મૂક્યું હતું જે 25,000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News