મોરબીના વાત્સલ્ય સીવણ ક્લાસમાં તાલીમ લેનાર ૨૧ બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા
ભારે કરી હો !: વાંકાનેર માર્કેટ યાર્ડની ચુંટણીમાં ભાજપને ઉમેદવાર ન મળ્યા ?
SHARE
ભારે કરી હો !: વાંકાનેર માર્કેટ યાર્ડની ચુંટણીમાં ભાજપને ઉમેદવાર ન મળ્યા ?
વાંકાનેર માર્કેટ યાર્ડની ૧૫ બેઠકો માટે આગામી તા.૧૧ ના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે જુદીજુદી પેનલોમાં બંને રાષ્ટ્રીય પક્ષ દ્વારા તેના ઉમેદવારો ઊભા કરવામાં આવેલ છે જો કે, વેપારી પેનલની ચાર બેઠક માટે ભાજપને ઉમેદવાર ન મળ્યા હોવા હાલમાં આ ચુંટણીમાં મતદાન પહેલા જ ત્રણ બેઠક કોંગ્રેસ માટે નિશ્ચિત થઈ ગઈ છે
વાંકાનેરના કોંગ્રેસના ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદાની આગેવાનીમાં તેમજ કોંગ્રેસનાં આગેવાન હરદેવસિંહ જાડેજા સહિતના હોદેદારો અને આગેવાનોના માર્ગદર્શન હેઠળ હાલમાં કોંગ્રેસ દ્વારા વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા કરવામાં આવેલ છે ત્યારે ખેડુત પેનલની ૧૦, વેપારી પેનલની ચાર અને સંઘ પ્રોસેસિંગની એક એમ કુલ ૧૫ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે તેના ઉમેદવારી પત્રો ભરી દેવામાં આવેલ છે જેમાં બંને પક્ષ તરફથી ઉમેદવાર ઊભા રાખવામા આવેલ છે
આ ચુંટણીમાં ખેડુત પેનલમાં ૧૦ બેઠકો માટે બંને પક્ષ તરફથી ૧૦-૧૦ ઉમેદવાર તેમજ એક અપક્ષ ઉમેદવાર હોવાથી કુલ ૨૧ ફોર્મ ભરવામાં આવ્યા છે અને વેપારી પેનલની વાત કરીએ તો વેપારી પેનલમાં ચાર બેઠકો છે જેમાં ચારેય બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો ઉભા રાખવામા આવેલ છે જો કે, ભાજપને ઉમેદવાર ન મળ્યા હોવાથી માત્ર એક જ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે આમ ચાર પૈકીની ત્રણ બેઠકો કોંગ્રેસના ઉમેદવારો માટે નિશ્ચિત થઇ ગઇ હોવાનું હાલમાં જાણવા મળ્યું છે
આગામી તા.૧૧ ના રોજ ચૂંટણી માટે મતદાન થવાનું છે અને તા ૧૨ ના રોજ વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે વધુ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે આ ચુંટણીમાં સંઘ પ્રોસેસિંગમાં ૩૫ વેપારી પેનલમાં ૨૦૩ અને ખેડૂતોમાં ૬૫૪ જેટલા મતદારો છે જેઓના દ્વારા મતદાન કરીને વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સભ્યોને ચૂંટી કાઢવામાં આવશે ત્યારબાદ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવશે