મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક-ભારતી વિધાલય તેમજ સરકારી શાળાઓમાં ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓનો માટે વેક્સીનેસન કેમ્પ યોજાયા


SHARE











મોરબીની સાર્થક-ભારતી વિધાલય તેમજ સરકારી શાળાઓમાં ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓનો માટે વેક્સીનેસન કેમ્પ યોજાયા

મોરબીની જુદી જુદી સરકારી તેમજ ખાનગી શાળાઓમાં ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓને વેકસિન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ શિક્ષણ વિભાગ દ્વારા વેકસીનેશન કેમ્પના આયોજન કરવામાં આવ્યા હતા.ખાનગી તેમજ સરકારી શાળાઓમાં બાળકોને વેક્સિનેશન કાર્યક્રમ હાથ ધરાયો હતો જેમાં ભારતી વિદ્યાલય ખાતે, સાર્થક વિદ્યાલય ખાતે, વીશી હાઇસ્કુલ ખાતે તેમજ અન્ય સરકારી શાળાઓમાં બાળકોને રસીકરણ કરાયુ હતુ.

સાર્થક વિધાલયમાં વેક્સિનેશન

મોરબીના સામાકાંઠે આવેલી સાર્થક વિદ્યામંદિર ખાતે પણ ધો.૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કોરોના વેકસિનેશનનો કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં સંસ્થાના સંચાલકોએ શાળાના વાલીઓને વિશ્વાસમાં લીધા બાદ શાળાના ૬૩૩ માંથી ૫૫૦ થી વધુ વિદ્યાર્થીઓને રસીકરણ કરવવામાં આવ્યું હતું. ધો. ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને કોરોના વેકસીન આપવામાં આવી હતી.શાળા સંચાલક કિશોરભાઈ શુકલ સહિતનાઓ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓનું વેકસીનેશન કરાવ્યુ હતુ.

ભારતી વિધાલયમાં વેક્સિનેશન

મોરબી-૨ વિસ્તારમાં આવેલી ભારતી વિધાલય શાળામાં જિલ્લા આરોગ્ય તંત્રના નેજા હેઠળ ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓને કોરોના વાયરસથી પરિવારને સુરક્ષિત કરવા માટે શાળામાં વેક્સીનેસન કેમ્પ યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લા આરોગ્ય તંત્રમાંથી ડૉ. હેમાંગીબેન, ડૉ.પ્રકાશભાઈ, ડૉ.ફિરદોસબેન, ડૉ.અદિતિબેન, ડૉ.ધ્રુવીકાબેન અને ડીઇઓ કચેરીમાંથી મેરજા અને ભાવેશભાઈ આવ્યા હતા.વિદ્યાર્થીઓને વેક્સીન અંગેની સમજ અને જરૂરિયાતને સમજાવી વેક્સીનેસન કેમ્પ શરૂ કરાયો જેમાં વિદ્યાર્થીને કો-વેક્સીન આપવામાં આવી. વેક્સીન આપ્યા બાદ વિદ્યાર્થીને ગ્લુકોઝવાળું પાણી આપેલ તેમજ ૨૦ મિનિટ ગ્રાઉન્ડ ઉપર બેસાડવામાં આવેલ કે જેથી આરોગ્ય શાખાની ટીમ વિદ્યાર્થીને કોઈ તકલીફ પડે તો તેનું નિવારણ લાવી શકે. વેક્સીનેસન કેમ્પને સફળ બનાવવા માટે ભારતી વિદ્યાલય શાળા સ્ટાફગણ, મોરબી જિલ્લા આરોગ્ય શાખા ટીમે ભારે જહેમત ઉઠાવી.શાળામાં ૯૫.૬૨ ટકા વિદ્યાર્થીનું રસીકરણ થયેલ. શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતાએ વેક્સીન લીધેલ વિદ્યાર્થીઓને રસીકરણ કરાવ્યા બદલ અભિનંદન આપેલ તેમજ આરોગ્ય શાખા ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

વીશી હાઇસ્કુલમાં વેક્સિનેશન

મોરબીની સરકારી ધી વી. સી. ટેક.હાઈસ્કૂલ ખાતે પણ ધોરણ ૯ થી ૧૨ ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ કાર્યરત છે.તા.૩ તથા ૪ જાન્યુઆરી જે વિધાર્થીઓની ઉમર ૧૫ થી ૧૮ વર્ષ છે તે તમામ વિધાર્થીઓને વેક્સિનેશન કાર્યક્રમ  ગોઠવેલ.આચાર્ય ડી.એ.ગોગરાએ હાજર રહીને વેક્સિનથી સુરક્ષાકવચ નો પ્રારંભ કરાવ્યો હતો.

શ્રી બંધુનગર પ્રાથમિક શાળામાં વેક્સિનેશન

તેમજ શ્રી બંધુનગર પ્રાથમિક શાળા ખાતે પણ ૧૫ થી ૧૮ વર્ષના બાળકો માટે કોરોના રસીકરણ કેમ્પનું સફળ આયોજન કરાયું હતુ.જેમાં શ્રી બંધુનગર પ્રાથમિક શાળાના આચાર્ય અમૂલભાઇ જોષી, સરપંચ શૈલેષભાઈ પટેલ, આરોગ્ય વિભાગના કર્મચારી વિવેકભાઈ બોરીચાએ કેમ્પને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.બાળકો સુપર સ્પ્રેડર નહિ સુપરમેન બને તે માટે બાળકોને રસી મુકવી આવશ્યક હોય વાલીઓને જાગૃતિ કેળવવા અમૂલભાઇ જોષીએ અપીલ કરી છે.






Latest News