મોરબી જલારામ મંદિરે સદાવ્રતમા પ્રસાદ યોજી જન્મદીનની ઉજવણી કરી
SHARE
મોરબી જલારામ મંદિરે સદાવ્રતમા પ્રસાદ યોજી જન્મદીનની ઉજવણી કરી
ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સના જનરલ સેક્રેટરી, પ્રદેશ કોંગ્રેસ સમિતીના પૂર્વ મંત્રી, એ.આઈ.સી.સી ઉતરાખંડના પ્રભારી કે.ડી. બાવરવાએ મોરબીના જલારામ પ્રાર્થના મંદિરે સદાવ્રતમાં પ્રસાદ યોજીને જન્મદીનની ઉજવણી કરી હતી વર્તમાન સમયે લોકો પોતાના જન્મદીનની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના અગ્રણી કે.ડી.બાવરવાએ સેવા કાર્યમા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, અનિલભાઈ રાચ્છ, હસુભાઈ પંડિત, હિતેશ જાની સહીતના અગ્રણીઓએ અભિનંદન આપ્યા હતા