મોરબીમાં ૧૨ જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસે સ્પર્ધા યોજાશે
SHARE
મોરબીમાં ૧૨ જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસે સ્પર્ધા યોજાશે
૧૨ જાન્યુઆરી એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસ અંતર્ગત સ્વામિ વિવેકાનંદ જયંતીનાં અનુસંધાને ઘરે બેઠાં "આવો વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ, આવો કંઈક સર્વશ્રેષ્ઠ બનાવીએ" એટલે કે કલા દ્વારાં આત્મનિર્ભર બનીએ અને જુની આઈટમને નવાં આઈડીયા વડે વેસ્ટમાંથી સર્વશ્રેષ્ઠ ગૃહ સજાવટની અવનવી વસ્તુઓ બનાવાની સ્પર્ધા યોજાવાની છે.તેમાં ભાગ લેવા વિડીયો બનાવી મોકલી આપવાનો રહેશે.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ મોરબી દ્વારાં "રાષ્ટ્રીય યુવા દિવસ" ૧૨ જાન્યુઆરી સ્વામિ વિવેકાનંદ જયંતિએ "આવો વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ, આવો કંઈક સર્વશ્રેષ્ઠ બનાવીએ" એટલે કે "કલા દ્વારા આત્મનિર્ભર બનીએ" "કચરાંમાંથી કંચન" બનાવીએ, જુની આઈટમને નવો આઈડીયા"ની થીમ ઉપર વેસ્ટમાંથી સર્વશ્રેષ્ઠ અવનવી ગૃહસજાવટની વસ્તુઓ તેમજ વેસ્ટ કપડાં, ઉન, પ્લાસ્ટીક-કાગળ, પ્લાસ્ટીક બોટલ, કેન્ડીની સળી, બાકસની સળી, પક્ષીઓનાં પીંછા, નકામી સીડી, કાગળ, નકામા બોક્સ વગેરે જેવી અનેક જુની ચીજ-વસ્તુઓમાંથી વિવિધ ગૃહ સુશોભનની વસ્તુઓ જેવી કે ફુલ, રમકડાં, માસ્ક, તોરણ, થેલી, ઢીંગલી, પર્સ, ફુલદાની, પક્ષીઘર વગેરે વગેરે બનાવીને તે બનાવતાં હોય તેવો વિડીયો બનાવી મોકલી આપવાનો રહેશે.કેટેગરી મુજબ ભાગ લેવા અને વધુ માહીતી માટે એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) નો એન્ટ્રી નોંધાવવાની છેલ્લી તા.૧૨-૧-૨૨ રાત્રીના નવ સુધીમાં સંપર્ક કરવાનો રહેશે.